સન્માન સમારોહ:મહેસાણા ખાતે સમસ્ત ગુજરાત ઉત્તર ઝોનમાં બ્રહ્મ સમાજ ગૌરવ એવોર્ડમાં સિદ્ધપુર તાલુકાનો દબદબો

સિદ્ધપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ્વિતિય દિવસે વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ એવોર્ડ એનાયત

સોમવારના રોજ મહેસાણા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજયકક્ષા) ઉત્તર ઝોન ખાતે બ્રહ્મ ગૌરવ એવોર્ડ - 2022 યોજાયો. જેમાં મંચસ્થ મહાનુભવોમાં રાજયસભા સાંસદ, ગુજરાત જુગલભાઈ લોખંડવાલા, રાજ્યના ઉપપ્રમુખ ભુપેન્દ્રભાઈ પંડ્યા,પ્રદેશ ઉપપ્રમુખ ડામરાજી રાજગોર, પ્રદેશ ઉપપ્રમુખ ઉર્વેશભાઈ પંડ્યા,ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજના પ્રભારી ભરતભાઈ વ્યાસ,પ્રદેશ મહિલા પાંખના મહામંત્રી નિકેતાબેન રાવલ, પાટણ જિલ્લાના પ્રમુખ વિરેશભાઈ વ્યાસ તેમજ અન્ય જિલ્લાના પ્રમુખના વરદહસ્તે બ્રહ્મ એવોર્ડ - 2022 નું વિતરણ કરવામાં આવ્યું.

જેમાં સિદ્ધપુરમાં હૃદયસ્થ ગૌતમભાઈ દવે (મરણોત્તર બ્રહ્મ શ્રેષ્ઠી) કપિલ બુધ્ધિપ્રસાદ શુકલ ( શિક્ષણક્ષેત્રે), વિશાલભાઈ ઉપેન્દ્રભાઈ પાધ્યા (ફિલ્મ મેપિંગ), આર્ય દત્તાત્રેયકુમાર ઠાકર (સંશાધન અને સાયન્સ & ટેકનોલોજી), ક્રિષ્ના સુમિતભાઈ પંડ્યા (રમત - ગમત), દીપ મનીષભાઈ શુકલ ( કવિ), શ્રી મહીંન ચિરાગભાઈ પાધ્યા (એક્ટિંગ મેલ /નાટય-દ્રામા) કુ. સૃષ્ટિ મિતેશભાઈ ઠાકર (એક્ટિંગ ફીમેલ /નાટય-દ્રામા) કુ. માનસી નરેન્દ્રભાઈ પંડ્યા (એક્ટિંગ ફિમેલ - ફિલ્મ) એમ કુલ 9 એવોર્ડ સિદ્ધપુર તાલુકાના બંધુઓને એનાયત કરવામાં આવ્યા.

કુલ પાંચ જિલ્લાના તમામ 100 એક એવોર્ડ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં ખૂબજ મોટી સંખ્યામાં બધા સામાજિક અગ્રણીઓ અને પરિવાર ઉપસ્થિત રહ્યા. તમામ માટે સુંદર ભોજન વ્યવસ્થા રાખેલ સાથે વ્યયસાયલક્ષિ બિઝનેસ સમિટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. એકંદરે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાનો યશ મહેસાણા ટીમ અને ઉત્તર ઝોનના માર્ગદર્શક એવા પ્રભારી ભરતભાઈ વ્યાસને ફાળે જાય છે.

અન્ય સમાચારો પણ છે...