તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાળુ પરેશાન:સિદ્ધપુરના માતૃ ગયા તીર્થ બિંદુ સરોવરમાં સુવિધાના અભાવે શ્રદ્ધાળુઓમાં નારાજગી

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અલ્પા સરોવરના પાણીમાં ગંદકી થતાં જળ ચઢાવવા આવતા શ્રદ્ધાળુ પરેશાન
  • પીવાનું પાણી નથી, કૂલર અને આરઓ પ્લાન્ટ બંધ, ગંદકીના ઢગ ખડકાયા, સીસીટીવી કેમેરા બંધ

ગુજરાત સરકારના દેવસ્થાન વિકાસ ટ્રસ્ટ દ્વારા સિદ્ધપુર ખાતે બિંદુ સરોવર પરિસર, બાવાજીની વાડી સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ તેમજ દેથળી સ્થિત વટેશ્વર મહાદેવનો વહીવટ કરવામાં આવે છે. જેના અધ્યક્ષ જિલ્લા કલેકટર છે. જ્યારે સ્થાનિક કક્ષાએ પ્રાંત ઓફિસર દ્વારા વહીવટ કરવામાં આવે છે. કોરોના કાળના બે વર્ષ દરમિયાન બિંદુ સરોવર પરિસરના વહીવટ અંગે નારાજગી વ્યક્ત થઈ રહી છે.

બિંદુ સરોવરમાં સ્થાનિક ગોરપદુ કરતાં ગોર મંડળના અલ્કેશ પાધ્યા, ભરતભાઈ ભટ્ટ, જયમીન આચાર્ય, કપિલ આચાર્ય તેમજ કપિલ ભગવાનના પૂજારી મિલનભાઈના જણાવ્યા પ્રમાણે બિંદુ સરોવર સંકુલમાં પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી. સફાઈ કામદારો ફક્ત કચરો કાઢવાની જવાબદારી જ નિભાવે છે. આરઓ તેમજ વોટર કુલર બંધ હાલતમાં છે.

પાણીના ટાંકામાં પોરા પડી ગયા હોઈ પીવાલાયક નથી. રાત્રે લાઈટો બંધ હોય છે. સંકૂલમાં સીસીટીવી કેમેરાના વાયરો કાપી નખાયા છે. અલ્પા સરોવરમાં કાદવ-કીચડ તેમ જ લીલ થઇ જતા માતૃ શ્રાદ્ધ કરાવવા આવતા શ્રદ્ધાળુઓ સરોવરમાંથી જળ પણ લઈ શકે તેવું નથી.

અન્ય સમાચારો પણ છે...