કડક કાર્યવાહી કરવા માંગ:ઉશ્કેરણીજનક ભાષણ કરતાં સિદ્ધપુરના નગરસેવકની અટકાયત

સિદ્ધપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
નગરસેવક અનિલ સોલંકી - Divya Bhaskar
નગરસેવક અનિલ સોલંકી
  • સિદ્ધપુર વોર્ડ નંબર-9ના કોર્પોરેટર અનિલ સોલંકીએ જાહેર સભામાં ભાષણ કરતાં બ્રહ્મ અને વૈષ્ણવ સમાજમાં નારાજગી
  • સોશિયલ મીડિયામાં ભડકાઉ વીડિયો વાયરલ થતાં નગરસેવક સામે સિદ્ધપુર પોલીસમાં ફરિયાદ, કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી

સિદ્ધપુર શહેરમાં વોર્ડ નંબર -09ના કોર્પોરટર અનિલ સોલંકી દ્વારા એક જાહેર સભામાં ઉશ્કેરણી જનક ટિપ્પણી કરતાં સમગ્ર બ્રહ્મ સમાજ અને વૈષ્ણવ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. જેને લઈને સિદ્ધપુર બ્રહ્મ સમાજના યુવાન દ્વારા નગરસેવક સામે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે અનિલ સોલંકીની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સિદ્ધપુર પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં શહેરના છટ્ઠા પદના મહાડમાં રહેતા જય મનિષકુમાર આચાર્યના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર અબ તક વોટસએપ ગ્રુપમાં વિડિયો વાયરલ થયેલ હતો. જેમાં સિદ્ધપુર નગરપાલિકામાં બહુજન મુક્તિ મોરચાના વોર્ડ નંબર 09ના કોર્પોરેટર અનિલ રેવાભાઈ સોલંકી (રહે.નવાવાસ, સિદ્ધપુર)એ થોડા દિવસ અગાઉ એક જાહેર સભા યોજી હતી. જેમાં તેણે બ્રહ્મ સમાજ અને વણિક (વૈષ્ણવ) તેમજ સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાય અને સમાજમાં અંદરોઅંદર વૈમસ્ય ફેલાય તે પ્રકારનું ભડકાઉ ભાષણ કર્યું હતું.

જેમાં ઉશ્કેરણી કરતાં હોવાનું આ વીડિયોમાં સ્પષ્ટ જણાતાં તેમજ આ વીડિયો અન્ય ગૃપોમાં પણ વાયરલ થવાથી સમાજની લાગણી દુભાઈ હોવાથી અનિલ સોલંકી સામે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (રાજ્યકક્ષાના) પાટણ જિલ્લા યુવા મહામંત્રી જય મનિષભાઈ આચાર્ય દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પી.આઈ ચિરાગ ગોસાઈ દ્વારા અનિલ સોલંકીની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાંત, મામલતદાર, પોલીસમાં આવેદનપત્ર અપાયું
સિદ્ધપુર નગરપાલિકાના સદસ્ય દ્વારા બ્રહ્મ અને વણિક સમાજ વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપતાં શ્રી સિદ્ધપુર ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સિદ્ધપુર પ્રાંત અધિકારી, મામલતદાર અને સિદ્ધપુર પોલીસ મથકે પીઆઈને આવેદનપત્ર આપી અનિલ સોલંકી સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અગાઉ પણ અનિલ સોલંકી સામે ગુના નોંધાયેલા છે

નગરસેવક અનિલ સોલંકીએ સિદ્ધપુરમાં જાહેર સભા યોજી ઉશ્કેરણીજનક ભાષણ કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
નગરસેવક અનિલ સોલંકીએ સિદ્ધપુરમાં જાહેર સભા યોજી ઉશ્કેરણીજનક ભાષણ કરતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

આજથી બે વર્ષ પહેલા આરોપી અનિસ સોલંકી દ્વારા સમાજના વર્ગો વચ્ચે અસંતોષ ફેલાવતા ગંભીરતાને લઈ તત્કાલિન એસપી શોભા ભૂતડા પર પથ્થર મારો થયો હતો અને જેમાં આ ઈસમ મુખ્ય આરોપીનો રોલ હતો અને ધાર્મિક નગરી તરીકે જાણીતા સિદ્ધપુર શહેર ખુબ જ બદનામ થયું હતું. આરોપીને ગત જાન્યુઆરી 2021માં કાયદો અને વ્યવસ્થા દોળવતા પોલીસ દ્વારા તેના વિરુદ્ધમાં જીપી એક્ટ કલમ - 140 મુજબ ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે વધુમાં જણાવેલ છે કે ભારતીય બંધારણ આપેલા તમામ હકો અને ફરજો ભારતીય નાગરિકને મળે છે તેનું રક્ષણ કરવાનું પોલીસની જવાબદારી છે જેથી કાયદો અને વ્યવસ્થા દોળવાનો કોઈ પણ પ્રયત્ન કરશે તો કોઈ શેહ શરમ રાખ્યા વિના પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.વધુમાં ઈસમ વિરૂદ્ધ ગુજરાત મ્યુનિસિપલ 1963 મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ પીઆઈ ચિરાગ ગોસાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...