સિદ્ધપુરમાં નવનિર્માણ સિક્સલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે. જેના અંતર્ગત દેથળી ચાર રસ્તાથી માધવ હોટલ સુધી વરસાદી પાણી હાઇવે પર ભરાઈ જવાના કારણે મોટા પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે. જેથી દેથળી ચાર રસ્તાથી માધવ હોટલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવા બાબતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીને રજૂઆત કરવામાં આવી હતી. વિજયનગર અને વિજયલક્ષ્મી સોસાયટીઓમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહે છે. જેને કારણે લોકોને આવવા જવા તેમજ આરોગ્યને લઇને ઘણી તકલીફો નો સામનો કરવો પડે છે.
તાજેતરમાં ધોધમાર વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ દેથળી રોડ ઉપર પણ પાણી ભરાઈ જવાના કારણે વિદ્યાર્થીઓને શાળાએ અને કૉલેજ આવવા જવા માટે ઘણી મુશ્કેલી પડે છે.વિજયનગર અને વિજયલક્ષ્મી સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ માધવ હોટેલથી હાઇવે બ્રિજ સુધી નદીમાં સ્ટ્રોમ વોટરની પાઇપ લાઇન નાખેલ છે. તેનું લેવલ ચેક કરી દેથળી ચાર રસ્તાથી માધવ હોટલ સુધી નવીન પાઇપ લાઇન નાખી વરસાદી પાણીના કાયમી નિકાલ કરવા અંગે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.