તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીમકી:સિદ્ધપુર સિવિલમાં તબીબોની ઘટ દૂર કરી સેવા સુધારવા માંગ

સિદ્ધપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મામલતદારને આવેદન આપી સત્વરે પ્રશ્ન હલ નહીં થાય તો શહેર બંધ અને ચક્કાજામ કરવાની જન અધિકાર મોરચાની ચીમકી

સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના દરેક સમાજના યુવાનોના જન અધિકાર મંચના આગેવાનો દ્વારા શનિવારે હોસ્પિટલ ખાતે બેનર સાથે સૂત્રોચ્ચારો કરી મામલતદાર કચેરી ખાતે જઈ મામલતદારને આવેદન આપી હોસ્પિટલની લાલીયાવાડી વિશે રજૂઆત કરવામાં આવી હતી.

સિદ્ધપુર બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ પાસે ગુરૂવારે મોડી સાંજે બે બાઇક વચ્ચે ગોઝારા અકસ્માતમાં બિંદુ સરોવર વિસ્તારમાં જ રહેતા બે યુવાનોને સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક પ્રાથમિક સારવાર ન મળતા મૃત્યુ થયું હતું. જેને લઈ જન અધિકાર મંચના નેજા હેઠળ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ઘટ પૂરી થાય, તાત્કાલિક સારવાર મળે, અદ્યતન મશીનોનો વપરાશ થાય, તે લોકઉપયોગી બને, સ્ટાફ દ્વારા યોગ્ય જવાબ તેમજ સારવાર મળે તેવી માંગ સાથે મામલતદાર કચેરી ખાતે મામલતદાર કનકસિંહ ગોહિલને આવેદન આપતાં આ અંગે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું હતું.

જન અધિકાર મંચ દ્વારા ચિમકી ઉચ્ચારી હતી કે જો આ પ્રશ્નનુ સત્વરે નિરાકરણ નહિ આવે તો શહેરવાસીઓને સાથે રાખી સિદ્ધપુર શહેર બંધ તેમજ સિદ્ધપુર હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો