તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સિદ્ધપુરમાં વેરાન ભાસતી સરસ્વતી નદીમાં ખોરસમ પાઈપ લાઈનનું પાણી છોડવા માંગ

સિદ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાણીના અભાવે સિદ્ધપુરની સરસ્વતિ નદી ખાલીખમ ભાસી રહી છે. - Divya Bhaskar
પાણીના અભાવે સિદ્ધપુરની સરસ્વતિ નદી ખાલીખમ ભાસી રહી છે.
  • કમલીવાડાથી પાટણ સુધી નદીમાં 400 ક્યુસેક પાણી છોડાયું
  • પાણીના અભાવે નદીમાં બનાવેલો ચેકડેમ ખાલી રહેતાં શ્રદ્ધાળુ નારાજ

પાટણના કમલીવાડાથી પાટણ સરસ્વતી નદીમાં રાજ્ય સરકાર દ્વારા ખોરસમ પાઈપ લાઈન દ્વારા 400 ફ્યુસેક પાણી આપવામાં આવ્યું છે. જ્યારે સિદ્ધપુરની સરસ્વતી નદી વર્ષોથી સૂકી ભઠ્ઠ પડેલી હોઈ નદીમાં સરકાર દ્વારા પાણી આપવામાં આવે તેવી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા સિદ્ધપુર સરસ્વતી નદીમાં પાણી ન અપાતાં નારાજગી જોવા મળી રહી છે. સિદ્ધપુર સરસ્વતી નદી પર બારેમાસ પાણી રહે અને માતૃ તર્પણ માટે આવતા લોકો શ્રાદ્ધ કરી શકે તે માટે ચેકડેમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાણીના અભાવે ખાલીખમ રહેતાં લોકોમાં સ્થાનિકો સહિત શ્રદ્ધાળુઓમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...