હાલાકી:પચકવાડાના ધનપુરા-કુંવારા વચ્ચે કાચા રસ્તાને પાકો બનાવવા માંગ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ધનપુરાથી કુવારા ગામ વચ્ચે કાચો રસ્તો પાકો બનાવવા માંગ ઊઠી. - Divya Bhaskar
ધનપુરાથી કુવારા ગામ વચ્ચે કાચો રસ્તો પાકો બનાવવા માંગ ઊઠી.
  • છેલ્લા 8 વર્ષથી ચોમાસામાં 100 ઠાકોર પરિવાર હાલાકીનો સામનો કરે છે

સિદ્ધપુર તાલુકાના કુંવારાગામથી ધનપુરા જવા માટે કાચા નેળીયાના કારણે છેલ્લા 8 વર્ષથી ધનપુરા વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડતાં હોઈ ઝડપથી આ પાકો રોડ બનવવાની માંગ ધનપુરા વિસ્તારના લોકોમાં ઉઠી છે. પચકવાડા ગ્રામ પંચાયતના ધનપુરા પરા વિસ્તારમાં ઠાકોર સમાજના 100 પરીવાર મકાન બાંધી રહે છે તેઅોને શિક્ષક અારોગ્ય તેમજ રોજીંદા કામ કાજ અર્થે સરળતાથી જવા કુંવાર ગામ કાચો રસ્તો સરળ પડે છે.

તે ચોમાસાની ઋતુમાં વરસાદ પડતા ધનપુરાથી કુંવાર જોડતો 5 કિલોમીટરના અંતરમાં કાચા રસ્તા વચ્ચે પાણીનો વેણ આવતાં વિસ્તાર સંપર્ક વિહોણો બની જાય છે વિસ્તાર લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય છે અા અંગે છેલ્લા 8 વર્ષથી પચકવાડા સરપંચ અને કુંવાર સરપંચ તેમજ ડેલીકેટ અને ધારાસભ્ય ચંદનજી ઠાકોર મૌખિક રજૂઆત કરી છે તેમ કુંવારાના કાંકરીયા પરા વિસ્તારના રહીશ વિહાજી ઠાકોર, અમરતજી ઠાકોર, રણજીતજી ઠાકોર જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...