હોબાળો:સિદ્ધપુરમાં તોડેલા કાચાં-પાકાં દબાણો બાદ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માંગ

સિદ્ધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રહિશોએ ગુરૂવારે નગરપાલિકામાં જઈ હોબાળો મચાવ્યો
  • પ્રાંતની સૂચનાથી પાલિકાએ સ્ટેશન વિસ્તારમાં દબાણો તોડ્યાં હતાં

સિદ્ધપુર નગરપાલિકા દ્વારા અગાઉ બે દિવસ પહેલા શહેરના જુના બસ સ્ટેશનથી નવા બસ સ્ટેશન સુધીના કાચા પાકા 40 જેટલા દબાણો પ્રાંત અધિકારીના હુકમથી જેસીબી મશીનથી હટાવી દેવાયા હતા. જેમાં ચાલીસ કાચા પાકા મકાનોમાં પંદરથી વધુ દુકાનો અને બાકીના સલ્મ વિસ્તારના દબાણો દૂર કરાતાં સ્લમ વિસ્તારના 25 જેટલા પરિવારો બેઘર બની જતા આ પરિવારોમાં આક્રોશ છવાઈ ગયો હતો.

જ્યાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં ગુરૂવારે ત્રીજા દિવસે ગુરુવારે આ વિસ્તારના રહીશોનું 150 થી વધુ લોકોનું ટોળું નગરપાલિકા પહોંચ્યું હતું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવા અથવા આર્થિક સહાય આપવા માટેની માંગ કરી હતી. અને રોષ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...