સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે નવીન બનાવેલા ટિકિટ બુકિંગ કાર્યાલયનું શુક્રવારે બપોરે સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્યના હસ્તે લોકાર્પણ કરાયું હતુ. ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જો રેલવે વિભાગ દ્વારા લોકોને પડતી મુશ્કેલીઓનુ વહેલી તકે નિવારણ નહીં આવે તો આવનારા સમયમાં ભુખ હડતાળ તેમજ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
સિદ્ધપુરમાં છેલ્લા કેટલાય વર્ષોથી સિદ્ધપુર રેલવે સ્ટેશને ટ્રેનોનુ સ્ટોપેજ ના અપાતા શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેની વારંવાર કેટલીયે રજૂઆતો કરવા છતાંય સિદ્ધપુર રેલવે સ્ટેશને ટ્રેનોનું સ્ટોપેજ હજુ સુધી આપવામાં ના આવતા લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત પાટણ જિલ્લા સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને ડિઆરએમ સમક્ષ સિદ્ધપુર રેલવે સ્ટેશનમાં હરિદ્વાર ટ્રેન, જમ્મુતાવી ટ્રેન, ડેમુ ટ્રેન, દિલ્લી મેલ ટ્રેન જેવી વિશેષ ટ્રેનોનું વધુમાં વધુ 2થી 5 મિનીટ સ્ટોપેજ આપવા, ફૂટબ્રિજ , કાકોશી રેલવે ફાટક સહીતના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય ,મનીષભાઈ આચાર્ય , અંકુરભાઈ મારફતિયા , ભાવેશભાઈ રાજગુરુ , તેમજ શહેરીજનો દ્રારા રજુઆત કરવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.