આદેશ:સમોડામાં ઉપસરપંચના પિતાએ ગૌચરમાં કરેલા દબાણ દૂર કરવા ડીડીઓનો આદેશ

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકા પંચાયત દ્વારા નોટિસ આપવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી ન કરાઈ

સિદ્ધપુર તાલુકાના સમોડા ગામે ગ્રામ પંચાયતના ઉપસરપંચ નરેન્દ્રભાઈ શંકરભાઈ ચૌધરીના પિતા દ્વારા ગૌચરની જમીનમાં દબાણ કરેલ હોવાની રજૂઆત થતાં આ મામલે તપાસના અંતે આ દબાણ દૂર કરી રિપોર્ટ કરવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારીને અાદેશ કર્યો છે.

ઉપસરપંચના પિતા દ્વારા દબાણ કરાયું હોવાની રજૂઆત આધારે જિલ્લા પંચાયત દ્વારા જમીનની માપણી કરાવતા જમીન નિરીક્ષણ પાટણ દ્વારા ગૌચર જમીન માપણી શીટ રજૂ કરી હતી. જેમાં ગૌચર જમીનમાં દબાણ હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવેલ છે. જે દબાણ દુર કરી તેનો રિપોર્ટ મોકલી આપવા જણાવેલ હતુ.

પરંતુ 13 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2020 સુધી દબાણ ગ્રામ પંચાયત દ્વારા દુર કરવામાં આવ્યું ન હતું. તાલુકા પંચાયત દ્વારા ઉપ સરપંચ સમોડાને દબાણ દુર કરવા નોટીસ આપેલ હતી પણ તેનો ખુલાસો રજૂ કરેલ નથી કે દબાણ દુર કરેલ નથી. જેને પગલે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દબાણ હટાવવા આદેશ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...