તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયબર ક્રાઇમ:સિદ્ધપુરમાં ટ્રાન્સપોર્ટના વેપારીના નામે નકલી ફેસબુક આઈડી બનાવ્યું

સિદ્ધપુર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શખ્સે વેપારીના મિત્રોને મેસેજ કરી પૈસાની માંગણી કરાતાં સિદ્ધપુર પોલીસ સ્ટેશને જાણ કરી કરાઈ

સિદ્ધપુરના જાણીતા ટ્રાન્સપોર્ટનુ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી એક ભેજાબાજે તેમના મિત્રોને મેસેજ કરી પૈસાની માગણી કરાઇ હતી જોકે મિત્રોના જણાવ્યા બાદ તેઓએ સિદ્ધપુર પોલીસ સ્ટેશને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુરમાં રેલવે સ્ટેશનમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા અંકુરકુમાર અજીતકુમાર મારફતિયા જેઓ હાલમાં સિદ્ધપુર પાલિકા વોર્ડ.નં. 8માં ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી રહ્યા છે તેઓના જણાવ્યા અનુસાર કોઈ ભેજાબાજે તેમના નામનું એક ફેસબુક એકાઉન્ટ બનાવ્યા બાદ તેમના મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી.ત્યારબાદ આ ભેજાબાજ દ્વારા તેમના મિત્રો પાસે પોતે બીમાર અને હોસ્પિટલમાં હોવાથી પૈસાની જરૂર હોવાની માગણીઓ કરી હતી.

જો કે, એક માગણી અંકુર મારફતિયાના ભાણા રુદ્ર હરેશકુમાર પાધ્યા પાસે પણ માગણી કરી હતી. જેમાં ફેસબુક મેસેન્જરમાં મેસેજ મોકલી ભેજાબાજના ડમી નંબર ઉપર google pay ઉપર પૈસાની માગણી કરી હતી. જો કે, આ ભેજાબાજે આવા અનેક મિત્રોને google pay, phonepe, ભીમ એપ, દ્વારા માંગણીઓ કરી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેપરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે અંકુર મારફતિયાને તેમના ભાણા દ્વારા જાણ કરાતા તેઓએ તાત્કાલિક આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાવી દીધો છે અને whatsapp ગ્રુપ દ્વારા તમામ મિત્રોને પોતાના નામના ફેક આઈડી બાબતે પણ જાણ કરી દીધી છે. અંકુર મારફતિયાની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે આ અંગે સાયબર જાણકારી તેમના નામનું ફેક એકાઉન્ટ બંધ કરવા અને આરોપીને શોધવાની કામગીરી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો