વિરોધ:સિદ્ધપુર નવા બસ સ્ટેશન વિસ્તારમાં રહીશોનો રસ્તા પર ઉતરી ચક્કાજામ

સિદ્ધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દબાણ તોડવા મુદ્દે સિદ્ધપુરમાં રહિશોએ ચક્કાજામ કર્યો. - Divya Bhaskar
દબાણ તોડવા મુદ્દે સિદ્ધપુરમાં રહિશોએ ચક્કાજામ કર્યો.
  • મંગળવારે તોડાયેલા દબાણના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા
  • સિદ્ધપુર પોલીસે અડધા કલાકમાં દોડી આવી સમજાવટથી મામલો થાળે પાડ્યો

સિદ્ધપુરના નવા બસ સ્ટેશનથી જુના બસ સ્ટેશનના માર્ગ પરનાં દબાણો મંગળવારે તોડાયા બાદ રહિશોએ બુધવારે રસ્તો રોકી ચક્કાજામ કર્યો હતો. જ્યાં પોલીસે દોડી આવી સમજાવટ કરી હતી. સિદ્ધપુરમાં મંગળવારે પ્રાંત ઓફિસરની સૂચનાથી શહેરી વિકાસ માટે જુનાથી નવા બસ સ્ટેન્ડ જવાના માર્ગ પરના ગેરકાયદે મકાનો તેમજ દુકાનો પાલિકાએ પોલીસને સાથે રાખી જેસીબીથી તોડી પાડ્યા હતા.

જેથી બુધવારે સવારે 11 વાગે દબાણ કરનારા રહીશો એકઠા થઇ રોડ પર પથ્થરો, આડસ અને ઝાડ નાખી રોડ બ્લોક કરી ચક્કાજામ કરી ટ્રાફિક અટકાવી દીધો હતો અને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. અડધા કલાકમાં સિદ્ધપુર પોલીસને જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી દબાણ કરનારા રહીશોને સમજાવી રોડ ખુલ્લો કરાવી ટ્રાફિક સામાન્ય બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...