ધાર્મિક:સિદ્ધપુરમાં દેવશંકર ગુરુ મહારાજની 136 મી જન્મ જયંતીની ઊજવણી

સિદ્ધપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાઆરતી, પાદુકા પૂજન, લઘુરુદ્ર તેમજ નવચંડી સહીત કાર્યક્રમો યોજાયા

તીર્થક્ષેત્ર અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સરસ્વતી નદીના સામા કિનારે બિરાજમાન સ્વયંભૂ શ્રી અરવડેશ્ચર મહાદેવના પ્રાંગણમાં આવેલ તપોભૂમિ આશ્રમ એટલે પરમ પૂજ્ય દેવશંકર ગુરુ મહારાજ ના પાવન ધામમાં મંગળવારે દેવશંકર ગુરુ બાપાની 136 મી જન્મ જયંતિની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી .આ પ્રસંગે ગુરુ મહારાજના આશ્રમે સિદ્ધપુર શહેર તેમજ આજુબાજુના ગામના લોકોની દર્શન કરવા ભારે ભીડ જોવા મળી હતી.

દેવ શંકર ગુરુ મહારાજે આ જગ્યા પર 60 વર્ષો સુધી ઠંડી વરસાદ તડકો સહન કરીને લંગોટી ધારણ કરી ઓમ નમઃ શિવાય વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ગાયત્રી મંત્ર અનુષ્ઠાન સાથે જપ તપની આરાધના કરી સમાજને દિવ્ય ચેતના આપી હતી મંગળવારે દેવશંકર ગુરુ બાપાની જન્મ જયંતી પ્રસંગે ગુરુ મહારાજના આશ્રમમાં વહેલી સવારથી બાપાની મહાઆરતી ચરણ પાદુકા પૂજન મહાઅભિષેક લઘુરુદ્ર તેમજ નવચંડી યજ્ઞ બાદ ભોજન પ્રસાદ ના કાર્યક્રમો યોજાયા હતા. પૂજ્ય દેવ શંકર બાપા નો જન્મ 15 11 1886 ના રોજ હરગોવિંદદાસ ભટ્ટ ને ઘરે ધોળાભટના મહાડમાં થયો હતો માતા સરસ્વતી નદી પણ તેઓની તપસ્યાને ખલેલ પહોંચાડતા નહોતા એવું માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...