તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:સિદ્ધપુર પાલિકાના 16 અને તાલુકા પંચાયતના 34 ઉમેદવારી પત્રો રદ્દ

સિદ્ધપુર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકામાં 141 અને તાલુકા પંચાયતના 65 ઉમેદવારો વચ્ચે જંગ

સિદ્ધપુર પાલિકાની 36 બેઠકો માટે શનિવારે ફોર્મ ભરવાની મુદત પૂરી થતા સુધીમાં 363 જેટલા ફોર્મ લઇ જવાયા હતા. તેમાંથી 157 જેટલા ફોર્મ ભરીને આવ્યા હતા. તે જ રીતે તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 204 જેટલા ફોર્મનું વિતરણ થયું હતું. તેમાંથી 99 જેટલા ફોર્મ ભરીને આવ્યા હતા. જ્યારે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે 42 જેટલા ફોર્મનું વિતરણ થયું હતું. તેમાંથી 28 જેટલા ફોર્મ ભરીને આવ્યા હતા. આ તમામ ફોર્મની ચકાસણી સોમવારે પ્રાંત કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરાતાં સિદ્ધપુર નગરપાલિકામાં નવ જેટલા વોડૅમાં કુલ 157 જેટલા ફોર્મની ચકાસણી કરતા તેમાંથી 141 જેટલા ફોર્મ માન્ય રખાયા હતા.

જ્યારે 16 જેટલા ઉમેદવારોના ફોર્મ જુદા-જુદા કારણોસર રદ કરાયા હતા.તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 99 કેટલા ફોર્મ ભરાયા હતા. તેમાંથી 65 માન્ય રખાયા હતા. જ્યારે 34 જેટલા ફોર્મ અમાન્ય થયા હતા તે જ રીતે જિલ્લા પંચાયતની પાંચ બેઠકો માટે કુલ 28 ફોર્મ ભરાયા હતા તેમાંથી 12 જેટલા ફોર્મ રદ થતાં 16 જેટલા ઉમેદવારો ચૂંટણી લડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો