ચોરી:સિદ્ધપુરમાં ગોડાઉનનું લોક તોડી રૂ.17500ના મુદ્દામાલની ચોરી

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાઈ

સિદ્ધપુર તાવડિયા હાઇવે રોડ પર આવેલ મણિરત્ન પાર્ટીપ્લોટની બાજુમાં આવેલ ડીસાવાલા પેટ્રોલિયમ નામના ગોડાઉનનું તાળું તોડી તસ્કરો 17500નો મુદ્દામાલ ચોર જતાં સિદ્ધપુર પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર તાવડિયા હાઇવે રોડ પર આવેલ ગોડાઉનનો ઉપયોગ ઈરફાનભાઈ ગુલામમહેંદી મન્સૂરી ટેન્કર તથા ગાડીઓ પાર્ક કરવા લે છે. બુધવાર રાત્રીના સમયે ટેન્કરનો ડ્રાઇવર કીરણજી લિલાજી ઠાકોર રહે.સમોડા ઈરફાનભાઈ પાસેથી ગોડાઉનની ચાવી લઇ ગોડાઉનમાં ટેન્કર મુકી આશરે રાત્રીના આઠ વાગ્યાના સુમારે ચાવી પરત આપી હતી.

ગુરુવાર સવારે નવેક વાગ્યે ઈરફાનભાઈ અને સમીરભાઈ કુરેશી ગોડાઉને જતાં ગોડાઉનનો દરવાજાનું અંદરનું લોક તુંટેલું જણાતાં ગોડાઉનમાં તપાસ કરતાં ગોડાઉનમાંથી પાણી ખેંચવાની એકની મોટર, દોઢની મોટર, લોખંડની 6 ફુટની સીડી, ફાયરની બોટલ, લોખંડની ટ્રે 15 કીલો ગ્રામની, ટેન્કરમાં રહેલ બેટરી અને ટેન્કરના ટાયરની વ્હીલ પ્લેટ સહિત રૂ.17500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...