તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારોબારી બેઠક:સિદ્ધપુર સિવિલમાં 1 માસથી ઓછા સમયમાં બંને ઓકિસજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરાશે

સિદ્ધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુરમાં શહેર તેમજ તાલુકા ભાજપની કારોબારી બેઠક

સિદ્ધપુરના એ.પી.એમ.સી હોલ ખાતે શનિવારના રોજ સિદ્ધપુર શહેર તેમજ તાલુકાની ભાજપની કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે સિદ્ધપુર શહેર તેમજ તાલુકાના લોકોને કોરોના સંભવિત ત્રીજી લહેરમાં ઓકિસજન ની કમી ન સર્જાય તે માટે રાજ્યસરકાર દ્વારા સિદ્ધપુર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦૦ - ૫૦૦ એલ.પી.એમ ના બે ઓકિસજન પ્લાન્ટ નખાશે તેમજ પ્લાન્ટ નાખવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંદાજીત એક માસથી ઓછા સમયમાં બંને ઓકિસજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવશે.

આ કારોબારી બેઠકમાં આગામી ચુંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર , ગુજરાત જી.આઈ.ડી.સી ના ચેરમેન બળવંતસિંહ રાજપૂત , જિલ્લા પ્રભારી ગોવિંદભાઇ પટેલ, નૌકાબેન પ્રજાપતિ , મહામંત્રી ભાવેશભાઈ પટેલ તેમજ રમેશભાઈ સિંધવ , જિલ્લાના મહિલા પ્રમુખ સુષ્માબેન રાવલ , શહેર પ્રમુખ મનિષભાઈ આચાર્ય સહિતના કાર્યકરો હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...