હાલાકી:બિંદુ સરોવરમાં બાથરૂમ,શૌચાલયના દરવાજા ન હોવાથી કાપડ બાંધીને ઉપયોગ કરવા મજબૂરી

સિદ્ધપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરવાજા લગાવવા રજૂઆતો કરવા છતાં પણ આજસુધી કોઈ નિરાકરણ નહીં

સિદ્ધપુર મા માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત બિંદુ સરોવર ખાતે હજારોની સંખ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓ તર્પણ વિધી માટે આવતા હોય છે ત્યારે બિંદુ સરોવરમાં આવેલા બાથરૂમ અને શૌચાલયના દરવાજા કેટલાય મહિનાથી તુટી ગયેલી હાલતમાં હોવાથી ભારે અગવડો ભોગવવી પડી હતી. કારતક માસમાં માતૃતર્પણ માટે આવતા શ્રદ્ધાળુઓને દરવાજાની જગ્યાએ કાપડ બાંધીને બાથરૂમ અને શૌચાલયનો ઉપયોગ કરવા મજબૂર બનવું પડ્યું હતું.

સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે બુધવારે કારતક અમાસના દિવસે દૂર દુરથી આવેલા 360 શ્રદ્ધાળુઓએ એકસાથે બેસીને તર્પણ વિધી કરી હતી. આ સિવાય બાકીના શ્રદ્ધાળુઓ બિંદુ સરોવર પરિસરમાં અને હોલમાં બેસીને તર્પણવિધી સંપન્ન કરી હતી. જોકે, શ્રદ્ધાળુઓને બાથરૂમ શૌચાલયના દરવાજા વગર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવુ તુષાર ઠક્કરે જણાવ્યુ હતુ.

બિંદુ સરોવર ખાતે તર્પણ વિધી માટે આવતા શ્રદ્ધાળુઓને બાથરૂમ અને શૌચાલયના દરવાજા વગર પડતી મુશ્કેલીઓને ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે એનુ નિરાકરણ લાવવાની માંગ ઉઠી છે. આ અંગે કેટલીયે રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યુ નથી. કલેક્ટર, તાલુકા પ્રાંત અધિકારી રૂબરૂ તપાસ કરી ગયા પણ હજુ સુધી જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી નથી.}રશ્મિન દવે

અન્ય સમાચારો પણ છે...