તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:સિદ્ધપુરના આરોગ્ય કર્મી ભાવેશભાઈ બારોટ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ

સિદ્ધપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની ચિંતા કર્યા વિના કોરોનાગ્રસ્તોની સારવાર
  • કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પ્રામાણિક પણે ફરજ બજાવે છે

કોરોના મહામારીમાં આરોગ્ય કર્મીઓ, પોલીસ અને અન્ય સરકારી કર્મચારીઓ કોરોના વોરિયર્સ બની ઘર પરિવારની ચિંતા કર્યા વિના કોરોના ગ્રસ્ત દર્દીઓ શોધી સારવાર કરી જીવ બચાવવા મેદાને છે. કોરોના મહામારી દરમિયાન ઘણા આરોગ્ય કર્મીઓ, પોલીસ, સફાઇ કર્મીઓ અને શિક્ષકો સુધીના કર્મચારીઓ કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવા કરતાં સંક્રમિત થયા છે અને હોસ્પિટલના બિછાને સારવાર લઇ રહ્યા છે. તેઓના પરિવારમાં ચિંતા હોવા છતાં કોરોના વોરિયર્સ એ પોતાના જીવની પરવા કર્યા વગર કામગીરી કરી રહ્યા છે.

આવા જ વોરિયર્સ સિદ્ધપુરના આરોગ્ય વિભાગની કચેરીમાં ફરજ બજાવતાં ભાવેશભાઈ બારોટ છે જેઓ પ્રથમ કેસથી હાલ સુધી કોરોન ના કપરા કાળમાં ફ્રન્ટ વોરિયર્સ તરીકે સુંદર ફરજ બજાવી રહ્યા છે. જીવના જોખમે રાત દિવસ જોયા વિના કામ કરી રહેલા ડૉક્ટર ખરા અર્થમાં હીરો છે. પરિવાર ઈચ્છે છે કે તેઓ ઘરે રહે પરંતુ સંકટની આ ઘડીમાં ભાવેશભાઈ બારોટ કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં પ્રામાણિક પણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તાલુકાના કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં જઈ પોતાના આરોગ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર શહેર તાલુકામાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...