કાર્યવાહી:10% વ્યાજ વસૂલતા વ્યાજખોરોના ત્રાસથી બીલીયાના આધેડ આપઘાત કર્યાનું ખુલ્યુ

સિદ્ધપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર પોલીસે ઊંઝાના 3 શખ્સો સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો

સિદ્ધપુર તાલુકાના બીલીયા ગામમાં એક સપ્તાહ અગાઉ 56 વર્ષના આધેડે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પોલીસે મૃતકના ઘરેથી સ્યુસાઇડ નોટ પણ કબજે લીધી હતી. 5 દિવસ બાદ મૃતકના પુત્રએ ઊંઝાના 3 શખ્સો સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી છે.

બીલીયા ગામના જીવરામભાઈ રેવાભાઇ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ઘરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતા તપાસમાં પહોંચેલી પોલીસે મૃતક જીવરામભાઈના ઘરેથી 6 પાનાની સ્યુસાઇડ નોટ પણ કબજે કરી હતી જેમાં જીવરામભાઈ પટેલે જે શખ્સો જોડેથી વ્યાજે રૂપિયા લીધા હતા તેઓએ 10% માસિક વ્યાજ વસૂલ્યું હોવાનું તેમજ પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેઓ કંટાળી ગયા હોવાથી મોતને વાલુ કર્યું હોવાનું લખાણ કરેલ હતું.

પોલીસે તેમાં ખરાઈ હાથ ધરી હતી પરંતુ બનાવના 5દિવસ બાદ તેમના પુત્ર અલ્પેશભાઈ જીવરામભાઇ પટેલે સિદ્ધપુર પોલીસ મથકમાં ઊંઝાના રહેવાસી પટેલ લતેશ, બારોટ પ્રદીપ, પટેલ પ્રજ્ઞેશ ઉર્ફે બગીશેઠ વિરુદ્ધ દુસ્પ્રેરણની ફરિયાદ આપતા સિદ્ધપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

આધેડ આપઘાત પહેલા 6 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી
જીવરામભાઈ પટેલે ઝેરી દવા પીધા પહેલા તેઓને મરવા માટે મજબૂર કરનાર 10% વ્યાજ વસૂલતા ઊંઝાના ત્રણ શખ્સોને જવાબદાર ઠેરવ્યા હતા તેઓએ 6 પાનાની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમના નાણાકીય વ્યવહારો જેવા કે કોની પાસેથી રૂપિયા લીધા છે અને કોની પાસેથી રૂપિયા લેવાના છે તે બાબતનું પણ તેઓએ સ્યુસાઇડ નોટમાં લખાણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...