ધરમધક્કા:સિદ્ધપુરમાં બેન્ક ઓફ બરોડામાં ગ્રાહકોની કતારો લાગતાં હાલાકી

સિદ્ધપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર બેન્ક ઓફ બરોડામાં  ખાતેદારોની કતારો લાગતા હાલાકી - Divya Bhaskar
સિદ્ધપુર બેન્ક ઓફ બરોડામાં ખાતેદારોની કતારો લાગતા હાલાકી
  • કેશ કાઉન્ટર, આધારકાર્ડ, ચેક, પાસબુક એન્ટ્રી માટે ધરમધક્કા

સિદ્ધપુરમાં ભાટવાડા પાસે આવેલ બેન્ક ઓફ બરોડામા કેશ કાઉન્ટર , આધારકાર્ડ માટે, ચેકને લગતા કામકાજ અર્થે,પાસબુક એન્ટ્રી મશીન આગળ રોજે રોજ લાંબી કતારો જોવા મળે છે. બેંકના ગેટ આગળ મુકેેલા એન્ટ્રી મશીન આગળ પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવેલા લાંબી લાઈનો થતી હોય બેંકમાં અંદર જવા તેમજ બહાર આવવા લોકોને મુશ્કેલી પડી રહી છે. તેમજ સિક્યુરિટી ગાર્ડ પરિચીત કે ઓળખીતા લોકોની એન્ટ્રી પડાવતા સદંતર બંધ થાય એવી લોકોમાં માંગ ઉઠી રહી છે.

આ ઉપરાંત બાળકોના આધારકાર્ડ માટે બાળકોના વાલીઓ ધંધો રોજગાર બંધ રાખીને આવતાં હોય છે છતાં એ જ દિવસે આધાર કાર્ડનુ કાર્ય પુર્ણ ન થાય તો બાળકો સાથે બેન્કના ધક્કા ખાવા પડે છે. બાળકોના આધાર કાર્ડની કામગીરી શાળા સંચાલકોને સોંપવા વાલીઓ ઈચ્છી રહ્યા છે. બેંકમાં ચાલતી લાલીયાવાડી અંગે કેટલાક ગ્રાહકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, તેમને ઉદ્ધતાઈ ભર્યા જવાબો અપાતાં ગ્રાહકો માનસિક રીતે કંટાળી ગયા છે.

કેશ કાઉન્ટર પર લાઈનો લાગી રહી છે, એન્ટ્રી પાડવાના મશીનો પર પણ લાઈનો લાગી રહી છે. તથા કેટલાક કર્મચારીઓ ગ્રાહકોને જવાબ આપવાનો પણ સમય નથી, આવા અધિકારીઓ સામે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. બેંકની હેડ ઓફિસ દ્રારા કાયદેસર પગલાં ભરવા ખાતેદારો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...