સિદ્ધપુર પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ઈકો ગાડી ડિટેઇન કરીને પોલીસ મથકે લવાઈ હતી. તે વખતે ઈકો ગાડીના ચાલકના બનેવીએ પોલીસ મથકે આવીને પોલીસ સાથે રકઝક કરી પોલીસ કર્મચારીની બદલી અને સસ્પેન્ડ કરવાની ધમકીઓ આપી પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરી હોવાનો બંને શખ્સો સામે સિદ્ધપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
સિદ્ધપુર પોલીસ રવિવારે સવારે વાહન ચેકિંગમાં હતી તે વખતે ઇક્કો ગાડીની ડિટેઈન કરી હતી ત્યારે ઈકો ગાડીના ચાલકે તેના બનેવી ઠાકોર અણદાજી ધીરાજીને વાત કરતાં તેઓ બાઇક લઇને સિદ્ધપુર પોલીસ સ્ટેશન આવીને મારા સાળાની ઇકકો ગાડી કેમ ડિટેઈન કરી છે તેમ રકઝક કરી બદલી કરાવી દઈશ, સસ્પેન્ડ કરાવી દઈશ તેવી ધમકીઓ આપી વિડીયો ઉતારવાની કોશિશ કરતાં બન્ને શખ્સો સામે સિદ્ધપુર પોલીસે પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
પોલીસે ઠાકોર અણદાજી ધીરાજી (રહે. મેળોજ મૂળ. મનોરપુરા) અને ઠાકોર વિષ્ણુજી અમરતજી (રહે. મેળોજ) સામે ફરિયાદ નોંધતાં એએસઆઈ પી.એસ. ગોસ્વામી તપાસ ચલાવી રહ્યા છે. પોલીસે બંને શખ્સો સામે સરકારી કામમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.