ફરિયાદ:સિદ્ધપુરમાં ધોળેદહાડે છરીની અણીએ મહિલા પર દુષ્કર્મનો પ્રયાસ અને લૂંટ

સિદ્ધપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ હાથમાં પહેરેલી સોનાની ત્રણ વિટીં લૂંટી યુવાન ફરાર
  • યુવતીએ ફરિયાદ નોંધાવતાં સિદ્ધપુર પોલીસે શકમંદોની પુછપરછ કરી

સિદ્ધપુર શહેરમાં રહેતી યુવતીની એકલતાનો લાભ લઇ બુધવારે બપોરે અજાણ્યા મોઢે બુકાની બાંધી ઘરમાં ધસી આવેલા શખ્સ મહિલાને છરી બતાવી ઈજ્જત લેવાની કોશિશ કરી રોકડ રૂ.40000 તેમજ ત્લૂંટ ચલાવી નાસી છૂટયો હતો. આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુરની ગોવિંદ માધવ સોસાયટીમાં બુધવારના રોજ બપોરના સમયે સોસાયટીના એક મકાનમાં રહેતી યુવતી ઘરે એકલી હતી તે તકનો લાભ લઈ દોઢ વાગ્યાના સમય દરમિયાન એક અજાણ્યો ઈસમ (ઉંમર 30 થી 32)ના આશરાનો જેને કમરે વાદળી કલરની નાઇટી અને શરીરે ટીશર્ટ પહેરેલ હતી. અને મોઢે રૂમાલ બાંધીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરે યુવતી એકલી હતી જેને લઈ અજાણ્યા ઈસમે તકનો લાભ લઈ યુવતીને છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મનો પ્રયત્ન કર્યો હતો.

જેને લઈ યુવતીએ બુમો પાડતાં ઈસમે યુવતીએ હાથમાં પહેરેલ સોનાની વિટી નંગ-3 (કિ.રૂ. 40000) લૂંટ કરી ભાગી ગયો હતો. યુવતીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ સિદ્ધપુર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પીએસઆઇ જે. આર. શુકલા ચલાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે યુવતી દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે શંકમંદોની પુછપરછ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...