તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યવસ્થા:ભાદરવો મહિનો બેસતાં જ સિદ્ધપુરના બિંદુ સરોવર ખાતે માતૃશ્રાદ્ધ માટે ધસારો શરૂ થશે

સિદ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોર મહારાજે કહ્યું, કોરોનાને લઈ લોકો ઓનલાઇન બુકિંગનું કહે છે પણ આમ વિધિ ન થાય

સિદ્ધપુર માતૃગયા તિર્થ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. જ્યાં કપિલમુનિ ભગવાન દ્વારા સૌ પ્રથમ પોતાની માતાનું શ્રાદ્ધ કરી પોતાની માતાને મોક્ષ અપાવ્યો હતો. તે સ્થળ છે. મંગળવારથી ભાદરવો માસ શરૂ થઇ રહ્યો હોવાથી ભાદરવા માસમાં પિંડ દાન કરવા આવતા યાત્રાળુઓની સંખ્યા વધશે. અત્યારે પિંડદાન કરવા આવતા યાત્રાળુઓ અગાઉથી ગોર મહારાજનો સંપર્ક કરીને આવે છે. જેથી ગોર મહારાજ દ્વારા પોતાના યજમાનોને કોરોના મહામારીને કારણે ઓછી સંખ્યામાં આવવા કહી રહ્યા છે. જેથી કોરોના સંક્રમણનો ફેલાવો ન થાય .

બિંદુ સરોવરમાં ગોરપદુ કરતા નિરવભાઈ ઠાકરના જણાવ્યા પ્રમાણે ચાલુ સાલે આજ સુધી મારી પાસે પાંચ જેટલા ભાદરવા માસમાં માતૃશ્રાદ્ધ કરવા માટે બુકિંગ આવ્યા છે. અમને ઓનલાઇન માતૃશ્રાદ્ધ કરવા માટે પણ ફોન આવે છે. પરંતુ અમો અહીં બિંદુ સરોવર ખાતે ઓનલાઇન વિધિ કરતા નથી. માતૃશ્રાદ્ધ કરવા ફરજીયાત બિંદુ સરોવર આવવું જ પડે અને અહીં બિંદુ સરોવરમાં સ્નાન કરી અહીંના તીર્થ દેવોના દર્શન કરવા જ પડે જે ઓનલાઇન વિધિમાં શક્ય જ નથી.

બિંદુ સરોવર પરિસરનો વહીવટ ગુજરાત દેવસ્થાન વિકાસ ટ્રસ્ટના નેજા નીચે થાય છે. પરંતુ ટ્રસ્ટ દ્વારા કર્મચારીની નિમણૂંક ન કરાતા ઘણાં સમયથી બિંદુ સરોવર પરિસરનું કાર્યાલય ખુલતું જ નથી. જેથી આવનાર યાત્રાળુઓને માર્ગદર્શન મળતું નથી. આવક પણ થતી નથી. પરિસરમાં દેખરેખ રાખવાવાળુ કોઈ અધિકૃત કર્મચારી ન હોવાને કારણે વારેવારે સરોવર ગંદકીથી ખરડાઈ જાય છે. હોલની સગવડ હોવા છતાં ઉપયોગ થઈ શકતો નથી ટોઇલેટના દરવાજા, સંકુલમાંની લાઈટો બંધ તેમજ ઉખડી ગયેલી જોવા મળી રહી છે. પાયાની સગવડ એવી પીવાના પાણીની કોઇ વ્યવસ્થા નથી.

માતૃ તીર્થમાં યાત્રાળુઓની પાયાની સુવિધાનો અભાવ
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરના જણાવ્યા પ્રમાણે બિંદુ સરોવર સંકુલ ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યું છે. પરંતુ બહારથી આવતા યાત્રાળુઓની સુવિધાની નિભાવણીમાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે. નગરપાલિકામાં પણ ભાજપનું શાસન હોવા છતાં ભારતભરમાં પ્રસિદ્ધ બિંદુસરોવર સંકુલને સ્વચ્છ રાખવામાં આવતું નથી.

અન્ય સમાચારો પણ છે...