છેતરપિંડી:એરંડાના વધુ ભાવ આપવાનું કહીં ગઠિયાએ ખેડૂતને છેતર્યો

સિદ્ધપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર માર્કેટયાર્ડમાં એરંડાની 17 બોરી વેચવા જતાં ખળી ચાર રસ્તા પાસે ગઠીયાએ 10 હજાર આપી 60 હજારનો ચેક આપ્યો જે પરત ફર્યો

પાટણ તાલુકાના ડેર ગામના ખેડૂત સિદ્ધપુર માર્કેટયાર્ડમાં એરંડાનો જથ્થો વેચવા જતા ખળી ચાર રસ્તા પાસે ગઠીયાએ ઊંચો ભાવ આપવાની લાલચ આપી છેતરપિંડી આચનાર 2 શખ્સો સામે સિદ્ધપુર પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ડેર ગામના ચમનજી મફાજી ઠાકોર 1 ઓગસ્ટે રિક્ષામાં એરંડાની 17 બોરી ભરી સિદ્ધપુર ગંજ બજારમાં જતાં ખળી ચાર રસ્તા પાસે જમજમ હોટલની બાજુમાં ચા પીવા ઊભા રહેતાં ત્યારે એક શખ્સે કહ્યું તમારે એરંડા વેચવા હોય તો ગંજ બજાર કરતા વધારે રૂપિયા મળશે અને ગંજ બજારની પેઢી દ્વારા ચૌધરી પ્રકાશભાઈને બોલાવું છું.

થોડીવાર બાદ ચૌધરી પ્રકાશભાઈ આવી સિદ્ધપુર ગંજ બજારમાં પ્લોટ નંબર 219ના માલિક છે તેમ કહીં એરંડાનો ભાવ રૂ.1130 લેખે આપવાનું નક્કી કરી વજન કરાવતા 62.50 મણ એરંડાના કુલ રૂ.71,625 આપવાના થયા હતા ત્યારે જેમાંથી રૂ.10,600 રોકડા આપ્યા અને રૂ.60 હજારનો ચેક આપ્યો હતો.ચમનજીએ ચેક બેંકમાં જમા કરાવતાં પાછળ સહીઓ કરાયેલ ન હોવાથી પરત આવ્યો હતો. આ ચમનજીને સિદ્ધપુર પોલીસમાં પ્રકાશભાઈ ચૌધરી અને સુધીરભાઈ શર્મા સામે ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...