તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:મફત ગાળાના પ્લોટ માટે 119માંથી 52 અરજી મંજૂર કરી પ્લોટ ફાળવ્યા

સિદ્ધપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિદ્ધપુર પ્રાંત કચેરીમાં તાલુકા પંચાયત લેન્ડ કમિટીની મીટિંગ યોજાઈ

સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે મફત ગાળાના પ્લોટ ફાળવવા તાલુકા પંચાયત લેન્ડ કમિટીની મીટિંગમાં 119માંથી 52 લાભાર્થીઓની અરજીઓ મંજૂર કરી પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા મકાન વિહોણા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મફત ગાળાની યોજના અંતર્ગત સરકાર દ્વારા મફત ગાળાનો પ્લોટ ફાળવવામાં આવે છે.સિદ્ધપુર તાલુકામાંથી સરકાર દ્વારા અપાતો મફત ગાળાનો પ્લોટ લેવા માટે સિદ્ધપુર તાલુકા પંચાયતમાં 119 જેટલી અરજીઓ આવી હતી. સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે શનિવારે પ્રાંત અધિકારી ડો.સુપ્રિયાબેન ગાંગુલીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયતની લેન્ડ કમિટીની મીટિંગ યોજાઇ હતી.

જેમાં તાલુકામાંથી મફત ગાળાના પ્લોટ મેળવવા માટે આવેલી 119 જેટલી અરજીઓમાંથી 52 લાભાર્થીઓને મફતગાળાના પ્લોટની ફાળવણી કરી મંજૂર કરવામાં આવી હતી. આ મિટિંગમાં સિદ્ધપુર તાલુકા વિકાસ અધિકારી એજાજ.એ. રાજપુરા, તાલુકા પંચાયત પ્રમુખ સાકીરાબેન મરેડીયા, ધારાસભ્યના પ્રતિનિધિ તરીકે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, ન્યાય સમિતિના ચેરમેન અંજનાબેન દિવાન, સિદ્ધપુર મામલતદાર કનકસિંહ ગોહિલ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...