સરપંચને રજૂઆત:બિલિયા ગામમાં બાવનિયા પરામાં પૂરતું પાણી ન મળતાં રહીશોમાં રોષ

સિદ્ધપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓએ માટલા તેમજ થાળી ખખડાવી ગામ સરપંચને રજૂઆત કરી

સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામમાં બાવનિયાપરા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી અને છેલ્લા કેટલાક સમયથી બિલકુલ પાણી ન આવતું હોવાથી વિસ્તારના રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશો દ્વારા વારંવાર રજુઆત કરતા આજદિન સુધી પીવાના તથા વપરાશ ના પાણીની સમસ્યાઓ ઉકેલ આવ્યો ન હતો.

છેવટે વિસ્તારના લોકો રહીશો સ્વ ખર્ચે પાણીનું ટેન્કર બોલાવી પાણી પૂરું પાડતા હતા. રહીશો તમામ વેરાની નિયમીત ભરપાઈ કરતા હોવા છતાં વિસ્તારમાં પીવાના પાણીની, સફાઈની સમસ્યા અને ભૂગર્ભ ગટરો ઉભરાવવાની છે સહિતની સમસ્યાઓનું આજ સુધી નિરાકરણ ન આવતાં રહીશો રોષ ભરાયા હતા.

આ અંગે વિસ્તારના રહીશો શનિવારના બપોરે 12 કલાકે એકઠા થઇને હાથમાં માટલા તેમજ થાળી ખખડાવીને બાવનીયાપરા થી બિલિયા ગામ પંચાયત સુધી રેલી કાઢી આક્રોશ સાથે સરપંચને લેખિતમાં રજૂઆત કરી હતી. સરપંચ દ્વારા સમસ્યાનુ જલદી નિરાકરણ લાવવા પૂરતી કોશિશ કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...