તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:સિદ્ધપુરમાં કોર્પોરેટરના સંબધીઓ પાછલા બારણે ટેસ્ટ કરાવતા હોવાના આક્ષેપો

સિદ્ધપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેસ્ટ કરાવવા લાઈનમાં ઊભા રહેલા જીતેન્દ્રભાઈએ કહ્યુ અમે ત્રણ કલાકથી ઊભા છીએ છતાં નંબર નથી આવ્યો

સિધ્ધપુર હેલ્થ ઓફિસ દ્વારા ટેસ્ટ કરવા માટે જુદા જુદા કેમ્પો કર્યા છે. જનતાને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે જ્યારે હેલ્થ ઓફિસના કર્મચારીઓના સગાઓને અને સ્થાનિક કોર્પોરેટરના લાગતા વળગતાને પાછલા બારણે અંદર લઈ જઈને રિપોર્ટ કરાવાતા હોવાનુ લાઇનમાં ઉભેલા લોકો આક્ષેપ કરી રહ્યા છે. રાજપુરના કોર્પોરેટર દ્વારા હેલ્થ ઓફિસમાં પોતાના સગાઓના રિપોર્ટ મનમાનીથી કઢાવે છે.

લાઈનમાં ઉભેલા દેવેન્દ્રભાઈ ઠાકરે જણાવ્યું હતું કે અમે 8 વાગ્યાથી લાઇનમાં ઊભા છીએ 11 વાગ્યા છે પરંતુ હજુ અમારો નંબર આવ્યો નથી પરંતુ અમે જોઇ રહ્યા છીએ કે પાછલા બારણેથી કોર્પોરેટરના સગા તેમજ હેલ્થ કર્મીઓના સગા સીધા રૂમમાં જઈને રિપોર્ટ કરાવી રહ્યા છે. જ્યારે લાઈનમાં ઊભા રહેલા જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે અમો ત્રણ કલાકથી ઊભા છીએ પરંતુ હજુ સુધી અમારો નંબર આવ્યો નથી પરંતુ અંદર રાજપુરના કોર્પોરેટર મનમાની ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો