પરંપરા:સિદ્ધપુરમાં કાર્તિકી પૂનમનો મેળો સંપન્ન થયા બાદ એકમથી ત્રીજ સુધી ઘોડાઓનો મેળો શરૂ

સિદ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 40 હજારથી દોઢ લાખ સુધીના ઘોડા વેચાણ માટે આવતાં આકર્ષણ જામ્યું
  • સિદ્ધપુરમાં​​​​​​​ ઊંટનો વેપાર પણ જામ્યો, ઘોડાની કરતબોની સરસ્વતી નદીમાં લોકો ઊમટ્યા

સિદ્ધપુરમાં હજારો વર્ષોથી પરંપરા પ્રમાણે આઠમથી અગીયારસ સુધી મોખાદ મેળામાં પાટણ તેમજ ડીસાના મોઢ મોદી સમાજના સભ્યો આવી ત્રણ દિવસ સુધી ખુલ્લામાં રહી તપૅણ વિધિ તેમજ બાબરી ઉતારવાની વિધી કરી હતી. સિદ્ધપુરના માધુ પાવડીયા ધાટ પર બારસથી પૂનમ કાર્તિક માસની પૂનમ સુધી (દેવ દિવાળી)એ તર્પણનો મેળો ભરાયો હતો. જ્યારે એકમથી ત્રીજ નદીના સામા પટ પર થળીના મઠ પાસેના ગ્રાઉન્ડમાં ઘોડાનો મેળો શરૂ થયો છે જ્યારે નદીમાં ઊંટોનો મેળો ભરાય છે.

શનિવારે એકમે ઘોડાઓનું પ્રદર્શન તેમજ લે વેચ કરવા માટે લોકો સરસ્વતી નદીના સામે કિનારે થળીના મઠ પાસે આવેલ ગ્રાઉન્ડમાં આવી પહોંચ્યા હતા. લગભગ 35 જેટલા લોકો પોતાના ઘોડાઓ લઈને લે વેચ તેમજ પ્રદર્શન માટે આવ્યા હતા.

ઘોડાવાળા રામભારથી તેમજ અમરભાઈ વ્યાસના જણાવ્યા પ્રમાણે અહીં દેશી, મારવાડી, કાઠીયાવાડી, રાજસ્થાની તેમજ શરીરમાં રુષ્ટ પુષ્ટ એવા પંજાબી ઘોડાઓ લે-વેચ તેમજ પ્રદર્શન માટે આવ્યા છે જેઓ દર વર્ષે અહીં આવે છે અને પોતાની સારી નસલના ઘોડાઓનું પ્રદર્શન કરે છે.

અહીં સારી નસલના ઘોડાઓ જુદા જુદા કરતબો તેમજ ડાન્સ કરીને પોતાની કળા દેખાડતા હોય છે કિંમત બાબતે પૂછતાં તેઓએ 40000ની વછેરીથી લઈ દોઢ લાખથી પાંચ લાખના ઘોડા ઘોડી વેચાવા માટે આવ્યા છે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...