તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:સિદ્ધપુરમાં બિલોરી કાચથી હોળી પ્રગટાવ્યા બાદ તેની અગ્નિ લઈ મહોલ્લા,પોળમાં હોળી પ્રગટાવાઈ

સિદ્ધપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઐતિહાસિક અને વૈદિક પરંપરા વાળી ધાર્મિક નગરી સિદ્ધપુરમાં વર્ષોની પરંપરા પ્રમાણે બિલોરી કાચથી હોળી પ્રગટાવવાની પરંપરા છે.સિદ્ધપુરમાં અલવાના ચકલા વિસ્તારમાં આવેલી જોષીઓની ખડકીમાં ભૂદેવ પરિવારો દ્વારા છેલ્લા 100 કરતા વધારે વર્ષથી હોળીના દિવસે પરંપરાગત વૈદિક પૂજા કરી બિલોરી કાચથી બપોરના સમયે સૂર્યના કિરણો દ્વારા છાણામાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે.

જ્યારે સાંજે હોળી પ્રગટાવવાનો સમય થાય ત્યારે સારા ચોઘડીયામાં મંત્રોચ્ચાર સાથે સૂર્યના કિરણોથી સળગાવેલા છાણા દ્વારા પ્રથમ હોળી પ્રગટાવવામાં આવે છે. ત્યાર પછી જ શહેરના આજુબાજુના મહોલ્લાવાળા પિતામ્બર પહેરી હોલિકામાંથી અગ્નિ લઈ જઈ પોતાની પોળ, મહોલ્લા વિસ્તારમાં આ અગ્નિથી હોળી પ્રગટાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો