સારવાર:સિદ્ધપુર શહેરમાં પકોડી ખાધા પછી 5 બાળકોની તબીયત લથડી

સિદ્ધપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂડ પોઇઝનીંગ થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

સિદ્ધપુર શહેરમાં આવેલ ગુલિસ્તાન પાર્ક સોસાયટી રહેતા 5 બાળકોને પકોડી ખાવાથી ફૂડ પોઇઝનીંગ થતા તબીયત લથડતાં સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

સિદ્ધપુરની ગુલિસ્તાન પાર્ક સોસાયટીમાં રહેતાં શબ્બીરમીરા સૈયદ અને ઇસ્માઇલભાઈ નાગોરીના બાળકોને પકોડી ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવા પામ્યું છે. જેમાં રુકૈયાબેન શબ્બીરમીયા સૈયદ ઉંમર વર્ષ 13, શાહિદ શબ્બીરમીયા સૈયદ ઉંમર વર્ષ 15, અહમદરજા શબ્બીરમીયા સૈયદ ઉંમર વર્ષ 8, તેમજ આતિફ ઇસ્માઇલ નાગોરી ઉંમર 7 અને આસિફ ઇસ્માઇલ નાગોરી ઉંમર વર્ષ 10 આ પાંચેય બાળકો ગત રવિવારની સાંજે શહેરની ગુલીસ્તાન પાર્ક સોસાયટીની બહાર આવેલ એક પકોડીની લારી પર પકોડી ખાધી હતી અને ત્યારબાદ મોડી રાત્રે પાસે તમામ બાળકોને ઝાડા-ઊલટી અને ફૂડ પોઇઝનિંગ થતા તમામ બાળકોને સિદ્ધપુરની શિફા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા.હોસ્પિટલમાં તબીબ ડો.ભાવેશ પ્રજાપતિ દ્વારા પાંચેય બાળકોની સારવાર કરાવવામાં આવી રહી છે .

અન્ય સમાચારો પણ છે...