તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સિદ્ધપુર હનીટ્રેપના આરોપીઓએ બાલિસણાના વેપારી પાસેથી રૂ.3.80 લાખ પડાવ્યાની કબુલાત

સિદ્ધપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપીઓ - Divya Bhaskar
સિદ્ધપુર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ આરોપીઓ
 • સિદ્ધપુરમાં હનીટ્રેપના વધુ 2 આરોપીઓ પકડાયા, 3 આરોપીની શોધખોળ

સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામની શાળાના આચાર્યને હનીટ્રેપમાં ફસાવનાર યુવતી તેમજ 4 આરોપીને ઝડપી પાડ્યા હતા. તે દરમિયાન બાલિસણાના મનીષકુમાર ભોગીલાલ પટેલ કે જે પાર્લર ચલાવી વેપાર કરી રહ્યા છે તેઓ પણ આ ટોળકીનો અગાઉ ભોગ બન્યા હોવાનું ખૂલ્યું છે. ટોળકીએ મનીષ પટેલ સાથે પણ હનીટ્રેપ કરી માર મારી બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ગળે છરો ભરાવી તે વખતે ખિસ્સામાંથી રૂ.8000 અને ડીસા ખાતે લઇ જઇ આર.કે આંગડિયા પેઢીમાં રૂ. ૩.૫૦ લાખનું આંગડીયું કરાવી કુલ મળી રૂ. 3,58,000 લૂંટી લીધા હતા.

પોલીસ સ્ટેશનમાં મનીષ પટેલની ફરિયાદ પ્રમાણે આરોપી યુવતી વારંવાર ફોન કરી સિદ્ધપુરના બિંદુ સરોવર પીકઅપ સ્ટેન્ડ ખાતે બોલાવતી હતી. તેથી તેમની ગાડીમાં આબુરોડ ગયા હતા ત્યાંથી પરત ફરતા યુવતીએ પાણી માંગતા અમીરગઢ પાસે આવેલ હોટલમાં ગયા હતા પરંતુ યુવતીએ પાણી પીધું ન હતું પરંતુ ખાનગીમાં પોતાના સાગરિતોને જાણ કરી હતી. ત્યારબાદ અમીરગઢ ચેકપોસ્ટ પાસે પહોંચતા 7 થી 8 શખ્સો ઇકો ગાડી લઇ આવી યુવતીને 4 શખ્સો ઈકો ગાડીમાં લઈ ગયા હતા. જ્યારે મનીષભાઈને તેમની ગાડીમાં આરોપીઓએ માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લૂંટ ચલાવી નાસી ગયા હતા. જો કોઈને કહીશ તો બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી.

આ બાબતની રજૂઆત અને ફરિયાદ આધારે આરોપી ઠાકોર પરેશ કાંતિજીની ઉલટ તપાસ કરતા તેણે આ લૂંટ કર્યાની કબૂલાત કરી હતી. જેમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પાટણ પોલીસ અધિક્ષકની સીધી સૂચનાથી સિદ્ધપુર પીઆઇ ચિરાગ ગોસાઈ, ભાણજીભાઈ દીવાનજી, તેમજ એક મહિલા કોન્સ્ટેબલ ક્રિષ્નાબેનને સાથે રાખી છટકું ગોઠવી નાકાબંધી કરી હતી. જેથી ધારેવાડા ચેકપોસ્ટ પાસે આવતા આરોપીઓ પોલીસની નાકાબંધીમાં ઝડપાઇ ગયા હતા. આરોપીઓમાં કીર્તિ પોપટજી ઠાકોર રહે.ડીસા, તેમજ ગણપતસિંહ કપુરજી ઠાકોર રહે.ડીસાને ઝડપી લઇ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં લવાયા હતા.

અગાઉ આરોપીઓ ઠાકોર પરેશજી રહે ચારૂપ, ઠાકોર ભીખાજી રહે હાંસાપુર, ઠાકોર ઉત્તમજી દેવાજી રહે, વામૈયા ઠાકોર રોહીતજી રહે ધારપુર અને અફસાના ઉર્ફે અફસુડી પકડાઈ ગયા હતા. હવે ગણપતસિંહ રાજપૂત રહે.ડીસા, કિર્તીસિંહ ઠાકોર રહે ડીસા પકડાયા છે. હજુ વામૈયા ગામના આરોપીઓ કિરણ, રણજીત અને રંગો ફરાર છે જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ તેજ કરી છે.આરોપીઓ પાસેથી રૂ.3.58 લાખ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો