સિદ્ધપુર શહેરમાં આજથી બે વર્ષ અગાઉ એક પરિણીત યુવાન સગીરાને લલચાવી ફોસલાવી દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડીને લઈ ગયો હતો. જેને પોલીસ દ્વારા શોધી કાર્યવાહી હાથ ધરી છે. સગીરાને આરોપી દિલીપસિંહ ઉર્ફે કાળુસિંહ દશરથસિંહ રાજપૂત ઉંમર વર્ષ 32 રહે.ખોલવાડા દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જતાં ફરિયાદ નોંધાઈ હતી.
આ સગીર વયની બાળકીને અલગ અલગ સ્થળે રાખી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજારતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબી અને મિસિંગ સેલ ઈન્ચાર્જ અધિકારી પી.એસ.આઈ જે.એમ.ખાંટ દ્વારા 18 ઓગસ્ટે આરોપી સગીર બાળાને લઈ રાજસ્થાનના જોધપુર જિલ્લાના બોરા નાડાના રિકો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી દિલીપસિંહને સગીર બાળા સાથે ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.