તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સિદ્ધપુરથી કાકોશી જવાના માર્ગ પર શનિવારે બપોરે 1:30 વાગ્યાના સુમારે ઊંઝા બંધન બેંકના મહિલા કર્મચારીના એક્ટીવાને પલ્સર બાઈક પર આવેલા 3 શખ્સોએ ટક્કર મારી નીચે પટકી રૂ.1.50 લાખની રોકડ અને ટેબ્લેટ સાથેની બેગની લૂંટ કરી નાસી જતા ચકચાર સર્જાઈ હતી. ઊંઝા ખાતે પાલનપુર હાઈવે રોડ પર ઉમા હોસ્પિટલની બાજુમાં આવેલ બંધન બેંકમાં પાંચ છ માસથી ફરજ બજાવતા હેતલબેન શિવાજી ઠાકોર રહે.સાંપ્રા તા.સરસ્વતી શનિવારે બપોરે 1:30ના સુમારે બેંક લોનના હપ્તા મેળવવા નિકળેલા હતા.
તેઓ સેદ્રાણા,ગાગલાસણ તેમજ ખડીયાસણથી બેંકના ગ્રાહકો પાસેથી રૂ.1,50,000ની રકમ ઊધરાવી બેગમાં મૂકી એક્ટિવા (GJ-24-AL-7280) ઉપર ગાંગલાસણથી કાકોશી હાઈવે થઈ બેંકમાં પરત આવતા હતા. ત્યારે એક પલ્સર બાઈક પર 3 અજાણ્યા શખ્સોએ આવી હેતલબેનના એક્ટિવાને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા. ઉઘરાણીના નાણાં ભરેલી બેગ ઝુંટવી લઈ લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
બેગમાં ઊઘરાણી રકમ, બેંક આપેલ ટેબ્લેટ,રોકડ રકમ રૂ.3000, આધારકાર્ડ, ATM કાર્ડ, આર.સી બુક સહિત લૂંટ કરનાર શખ્સો તફડાવી ગયા હતા. હેતલબેને તેમની બેંક અને પોલીસને જાણ કરતા સિદ્ધપુરથી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ નિરિક્ષણ કર્યા બાદ હેતલ શિવાજી ઠાકોરનું નિવેદન લઈ લૂંટ કરી જનાર શખ્સોની શોધખોળ કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
સીસીટીવી કેમેરાની ચકાસણી સિદ્ધપુર પોલીસના ડીવાયએસપી સી.એલ સોલંકીએ જણાવ્યું કે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધ્યો છે.આ રોડ ઉપર આગળ જતાં આવતા CCTV કેમેરામાં આ સમયે કોણ કોણ પસાર થયું હતું તેની ચકાસણી હાથ ધરી હતી. કોઈ જાણભેદુનો હાથ છે કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ રહી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.