કાર્યવાહી:સિદ્ધપુરમાં સેન્ટિંગની દુકાનમાં સિમેન્ટ ખિલાસરીની ચોરી કરનારો ઝડપાયો

સિદ્ધપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે પૂછપરછ કરતાં અન્ય ત્રણ શખ્સોન નામ પણ ખુલ્યા

સિદ્ધપુર શહેરમાં માલસામાનની ચોરીની ઘટના ગત અઠવાડિયામાં બની હતી. જેમાં પોલીસે મોબાઇલ કોપ એપ એપ્લિકેશનથી તપાસ કરી એક શખ્સને પકડી પૂછપરછ કરતાં ભેદ ઉકેલાઈ ગયો હતો. જેમાં શહેરના ત્રણ શખ્સોએ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ જે આર મેથાલિયા, પોલીસ અધિક્ષક પાટણ વિજયકુમાર પટેલની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક સી એલ સોલંકીના માર્ગદર્શન હેઠળ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ તા.9-5-2022 ના ગુન્હાનો ચોર મુદ્દામાલ શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર પી એસ ગોસ્વામી તથા સ્ટાફના માણસો તપાસમાં હતા. તે દરમ્યાન મોટર સાઇકલ નંબર જીજે 24 એબી 5282ના ચાલક ઠાકોર દિનેશજી ભુપતજી રહે કલોલ ફાર્મ હાઉસ સિદ્ધપુરની પૂછપરછ કરતાં ચોરીનો ભેદ ખૂલ્યો હતો.

સિમેન્ટની થેલી નંગ-46 રૂ. 19090 , ખીલાસરીની ભારી નંગ-2 રૂ 11200 તથા સેંન્ટિગના લોખંડના ફર્મા નંગ-6 રૂ 4800 મળી કુલ રૂ 35090ની ચોરી ઠાકોર દિનેશજી ભુપતજી અને ઠાકોર બાબૂજી મેઘાજી રહે કલોલ ફાર્મ હાઉસ સિદ્ધપુર તેમજ ઠાકોર અલ્પેશજી પથૂજી રહે રાજપુર મોટો મહોલ્લોએ ભેગા મળી કરેલ હોવાની કબૂલાત કરી હતી. સેન્ટિંગના લોખંડના ફર્મા નંગ-6 કિ,રૂ 4800નો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...