તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે રાજકોટ પોલીસ વાન સાથે કાર અથડાતાં અકસ્માત

સિદ્ધપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રોજકોટ પોલીસની બોલેરો અને કાર વચ્ચે  અકસ્માત. - Divya Bhaskar
રોજકોટ પોલીસની બોલેરો અને કાર વચ્ચે અકસ્માત.
  • રાજકોટ પોલીસ તપાસમાં જતી હતી ત્યારે અકસ્માત નડ્યો
  • પોલીસ વાનને આગળના ભાગે નુકસાન, જાન માલને કોઈ નુકસાન નહીં

સિદ્ધપુરમાં સોમવારે વહેલી સવારે રાજકોટ પોલીસની બોલેરો ગાડીને અકસ્માત નડ્યો હતો. સોમવારે વહેલી સવારના સમયે હાઇવે પરથી પસાર થતી રાજકોટ પોલીસની બોલેરો અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત થતાં પોલીસ વાનને નુકસાન થયું હતું.

ખળી ચાર રસ્તા પાસે સોમવારે સવારે અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટ પોલીસની ટીમ સરકારી બોલેરોમાં કોઇ તપાસમાં નિકળી હોઇ ખળી ચાર રસ્તા પાસે આવતાં અચાનક એક કાર સાથે અથડાતાં પોલીસ વાન અને કારને ભારે નુકશાન પહોંચ્યુ હતુ. ઘટનામાં કોઇ જાનહાનિ સર્જાઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...