અકસ્માત:બિલીયામાં ડાલાચાલકે ટક્કર મારતાં બાઈકચાલકનું મોત

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સિદ્ધપુર પોલીસ મથકે ફરાર ડાલના ચાલક સામ ફરિયાદ

સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામે સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે શુક્રવારે સવારે સાડા 9 વાગ્યાના સમયે એક સફેદ કલરના પીકઅપ ડાલાના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતાં બાઈક ચાકલનું મોત નીપજ્યું હતુ.

બિલીયા ગામના રહેવાસી સાગરભાઈ લાલાભાઈ રબારીના પિતા લાલાભાઈ મેઘાભાઈ રબારી બાઇક ( જીજે 24 એન 2881) લઇને સિદ્ધપુર તરફ જતા હતા તે દરમ્યાન બિલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રની સામે પીકઅપ ડાલા ( જી જે 09 એ યૂ 6465 )ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇક ને ટક્કર મારતા લાલાભાઈ નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોચતાં મોત નિપજ્યું હતુ અને ચાલક ડાલુ મુકીને ત્યાથી ભાગી ગયો હતો. મૃતકના દિકરાએ ફરાર પીકઅપ ડાલાના ચાલક સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...