નિર્ણય:સિદ્ધપુરના મુક્તિધામમાં અગ્નિ સંસ્કાર કરવા અંગે પ્રતિબંધ ઊઠાવ્યા

સિદ્ધપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ ઘટતાં મુક્તિધામ ટ્રસ્ટનો
  • સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝર અને માસ્ક ફરજીયાત રહેશે

સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામ ટ્રસ્ટ દ્વારા ગત એપ્રિલ-મે માસ દરમિયાન કોરોનાનું પ્રમાણ વધતાં તેની સાથે કોરોનાના કારણે મૃત્યુઆંક પણ વધવા પામ્યો હતો. આવા સંજોગોમાં સરસ્વતી મુક્તિધામમાં વ્યવસ્થા જાળવી શકાય, ભઠ્ઠીઓનુ દુરસ્તી કામ કરાવી શકાય અને કોરોનાનું સંક્રમણ અટકાવી શકાય તેવા આશયથી અગ્નિ સંસ્કાર કરવા માટે કેટલાક પ્રતિબંધ લાદવામાં આવ્યા હતા.

હાલમાં કોરોના મહામારીમાં નોંધપાત્ર ઘટાડો થતાં સિદ્ધપુર ખાતે અગ્નિ સંસ્કાર કરવાની ધાર્મિક શ્રધ્ધા અકબંધ જળવાઈ રહે તેવા હેતુથી અગ્નિ સંસ્કાર કરવા માટેના તમામ પ્રતિબંધ હટાવી લેવામાં આવેલ છે. પરંતુ માસ્ક ફરજિયાત પહેરવો, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું તેમજ સેનિટાઈઝ કરવું વિગેરે સરકારી નિયમોના સંપૂર્ણ પાલન સાથે અગ્નિસંસ્કાર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...