હવસખોરનાં કાળાં કરતૂત:સિદ્ધપુરના સંડેસરીમાં લાકડાં લેવા ગયેલાં 80 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું

સિદ્ધપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર. - Divya Bhaskar
આરોપીની તસવીર.
  • સિદ્ધપુર પોલીસે ગામના જ હવસખોર યુવકને ઝડપી લીધો

સિદ્ધપુર તાલુકાના સંડેસરી ગામની નદીના પટમાં લાકડાં લેવા ગયેલાં 80 વર્ષીય વૃદ્ધા સાથે તેના જ ગામના યુવાને દુષ્કર્મ આચર્યું હતું. સિદ્ધપુર પોલીસે ગામના શખસને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો.

સંડેસરી ગામે રહેતી 80 વર્ષીય વિધવા વૃદ્ધ મહિલા તેમના ગામની સીમમાં તારીખ 7- 1-2022ના રોજ સાંજના સુમારે નદીના પટમાં લાકડાં લેવા ગયાં હતાં. એ વખતે તેમના ગામનો શખ્સ ઠાકોર મુકેશજી મણાજી ત્યાં આવીને મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે મહિલાએ સમગ્ર હકીકતની તેના દીકરાઓને જાણ કરતાં સિદ્ધપુર પોલીસ મથકે ઠાકોર મુકેશ જીમણાજી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

સિદ્ધપુર પીઆઈ ચિરાગ ગોસાઈ તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપીની હકીકત મેળવી વોચ ગોઠવી ઠાકોર મુકેશજી મણાજીને પકડી પાડી કસ્ટડીના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે તપાસ અધિકારી પીઆઇ વી.એસ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે મહિલાની મેડિકલ તપાસની તજવીજ હાથ ધરી છે. આરોપીની ઉંમર 35 વર્ષ છે અને તે પરિણીત છે.