તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સિદ્ધપુર શહેરના નવાવાસમાંથી જુગાર રમતા 9 શકુની ઝડપાયા

સિદ્ધપુર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • પોલીસે રૂ. 43570નો મુદ્દામાલ કબજે લીધો

સિદ્ધપુરના નવાવાસ વાલ્મીકિ વાસની પાછળના ભાગે આવેલ નેળિયામાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા 9 શકુનીને પોલીસે ઝડપી લીધા હતા.

સિદ્ધપુરના નવાવાસ વાલ્મિકી વાસની પાછળના ભાગે આવેલ નેળિયામાં એક ઝાડ નીચે ખુલ્લામાં જમીન ઉપર જુગાર રમાય છે તેવી બાતમી મળતા સિદ્ધપુર પોલીસના એ.એસ.આઈ દિવાનજી, ભાણજીજી, પ્રવિણભાઈ , ગિરીશભાઈ તેમજ અ.પો.કો. વાલ્સી સહિતે રેડ કરી રોકડ રૂ.11370 તથા મોબાઈલ નંગ 5 (કિંમત 23200) મળી કુલ 43570ના મુદ્દામાલ સાથે 9 જુગારીઓને ઝડપ્યા હતા.

ઝડપાયેલા શકુનીઓ
ઈમરાનભાઈ હૈદરભાઈ સિંધી, પરેશકુમાર ઉર્ફે પિન્ટુ મધાભાઈ મકવાણા, ક્ષિતિજકુમાર નગીનભાઈ પરમાર, મહેશભાઈ આત્મારામ સોલંકી, યાશીનખાન સલીમખાન મોગલ, ભરતભાઈ મોહનભાઈ મકવાણા, સારૂખખાન દિલાવરખાન પોલાદી, ચંદ્રકાન્ત દિલીપભાઈ વાઘેલા, અશ્વિનકુમાર બાબુભાઈ સોલંકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો