સિદ્ધપુર પોલીસે તાવડીયા ચાર રસ્તા નજીક આવેલા મોલમાં મોબાઈલમાં લુડો ગેમ દ્વારા જુગાર રમતાં 6 શખ્સોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા.પોલીસે રોકડ 10430 તથા મોબાઇલ મળી કુલ 15430ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સિદ્ધપુર પોલીસને બાતમી મળી કે તાવડીયા ચાર રસ્તા નજીક આવેલ તિરૂપતી મોલમાં આવેલ દુકાનોની પાછળ ખુલ્લામાં કેટલાક શખ્સો મોબાઇલ ઉપર લુડો ગેમ ઉપર જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે પોલીસે મંગળવારે અચાનક રેડ કરતાં મોબાઇલની બાજુમાં અલગ અલગ દરની ચલણી નોટો પડેલ હતી અને 6 શખ્સો પોલીસને જોઇ નાસવા જતાં કોર્ડન કરી પકડી લેવાયા હતા.
શખ્સોની પુછપરછ કરતા તેઓએ લુડો કીંગ નામની એપ્લીકેશનમાં હારજીતનો જુગાર રમતા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે પરમાર પ્રકાશકુમાર મણીલાલ દેવાભાઇ ઉ.વ-૩૩ રહે.ધારપુરનો મોબાઇલ કબજે કર્યા હતા. આરોપી પઠાણ મોહંમદનિફ મોહબત્તખાન હયાતખાન ઉં.વ-49, કુરેશી રફિકખાન અમિખાન આબાતખાન ઉ.વ 46, સોલંકી પરમાર પ્રવિણભાઇ ઉગરાભાઈ બેરાઇ ઉ.વ-46, પઠાણ યુસુફખાન મોહબત્તખાન ઉ.વ૪૨, ઠાકોર અમિતજી મનુજી વિરમજી ઉ.વ 25 સામે જુગાર ધારા મુજબ સિદ્ધપુર પોલીસે ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.