ચોરી:સિદ્ધપુરનાં શિક્ષિકા ભાભીના ખબર પૂછવા મહેસાણા ગયાંને 4.40 લાખની મત્તા ચોરાઈ

સિદ્ધપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાનમાં ત્રાટકેલા તસ્કરો તિજોરીમાંથી રોકડ અને ઘરેણાં ચોરી ગયા
  • સિદ્ધપુર પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ, નાઈટ પેટ્રોલિંગ વધારવા માંગ

સિદ્ધપુર આનંદ રો હાઉસમાં રહેતા શિક્ષકા મહેસાણા તેમના ભાભીના ખબર અંતર પૂછવા ગયાં ત્યારે સિદ્ધપુર સ્થિત બંધ મકાનમાં તસ્કરો ત્રાટકતા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 4.40 લાખનો મુદ્દામાલ લઈ ફરાર થઇ જતાં અજાણ્યા ઈસમો સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

સિદ્ધપુર આનંદ રો-હાઉસમાં રહેતા અને ખોલવાડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા દક્ષાબેન માધવલાલ પરમારના પતિનું વર્ષ 2005માં અવસાન થયેલ હોવાથી તેઓ સિદ્ધપુર ખાતે એકલા રહે છે. જ્યાં મહેસાણા તેમનાં ભાભી બિમાર હોઈ મંગળવારે ખબર અંતર પૂછવા માટે મહેસાણા ગયાં હતાં અને ત્યાં રોકાયા હતા. જ્યાં બે દિવસ બાદ ગુરુવારે સવારે સિદ્ધપુર પરત આવતાં ઘરના લોખંડના દરવાજાનો નકુચો તૂટેલો જણાયો હતો.

દક્ષાબેને ઘરમાં જઇ જોતા સામાન વેરણ સેરણ પડ્યો હતો અને તિજોરી પણ ખુલ્લી પડેલ જોવા મળી હતી, જેને લઇ દક્ષાબેનને ચોરી થઈ હોવાના શક જણાતા ધરણીધરમાં રહેતા તેઓના સંબંધી મૂળજીભાઈ લક્ષ્મીરામ જોશીને જાણ કરતા તેઓ આવી તપાસ કરતા સોનાના દાગીના કિંમત રૂ. 1,90,000 તથા રોકડ રકમ રૂ. 2,50,000 મળી કુલ રૂપિયા 4,40,000નો મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાતા અજાણ્યા શખ્સો સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સિદ્ધપુરમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ અને ચોરીના બનાવોમાં વધારો થયો છે ત્યારે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

મકાનમાંથી શું ચોરાયું
સોનાનો દોરો (એક તોલા) 30,000
સોનાની ત્રણ બુટ્ટી 45,000
સોનાની બંગડી (નંગ-3) 1,00,000
સોનાની નાની કડી 15,000
રોકડ રકમ 2,50,000
કુલ 4,40,000

અન્ય સમાચારો પણ છે...