તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામીન પર મુક્ત:સિદ્ધપુરમાં ઝડપાયેલ 3 મુન્નાભાઇ એમબીબીએસ જામીન પર છુટી ગયા

સિધ્ધપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે 3 ડિગ્રી વગરના તબીબોને શરતે જામીન આપ્યા

સિદ્ધપુર પોલીસે સોમવારે શહેરના એક અને તાલુકાના નેદ્રા તેમજ બિલિયા ગામેથી એક-એક મળી ત્રણ બોગસ તબીબો પર લાલ આંખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ત્રણેય ને કોર્ટમાં રજૂ કરી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

સિદ્ધપુર પીઆઇ ચિરાગ ગોસાઇ ના જણાવ્યા પ્રમાણે આરોગ્ય વિભાગ તરફથી પોલીસ તંત્રને 10 બોગસ તબીબોની જાણકારી મળી હતી તે તમામ જગ્યા પર તપાસ કરતાં ૩ જગ્યા પર કશું મળી ન હતુ.ચાર વ્યક્તિ હાજર તેમના દવાખાનાઓમાં મળી આવેલ તેમને ઝડપી લઇ પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા તેમાંના એક તબીબ હોમીયોપેથી ડોક્ટર હોય તેઓ એલોપથીની દવાઓ કરી શકે તેવો ગુજરાત સરકાર નો જીઆર દેખાડતા તેમના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ ન હતી જ્યારે બાકીના ત્રણ બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ત્રણેય તબીબોને શરતો સાથે જામીન ઉપર મુક્ત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...