તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભક્તિ:સિદ્ધપુરના અરવડેશ્વર મહાદેવ મંદિરે 24 કલાક અખંડ ઓમ નમઃ શિવાય ધૂન શરૂ

સિદ્ધપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવશંકર ગુરુ મહારાજે 46 વર્ષ અગાઉ ધૂન શરૂ કરી હતી
  • શ્રાવણ વદ-9 ના દિવસથી શરૂ થયેલી ધૂન અમાસ સુધી ચાલશે

સિદ્ધપુરમાં આવેલા પાંચ પ્રાચીન સ્વયંભૂ મહાદેવ પૈકીના એક દેવશંકર ગુરૂબાપાની તપોભુમી એવા અરવડેશ્વર મહાદેવ મંદિર ખાતે 46 વર્ષથી અરવડેશ્વર મહાદેવ અને દેવશંકર ગુરુ મહારાજની તસવીરની સ્થાપના કરી દર વર્ષે વિશ્વ કલ્યાણ અર્થે ઓમ નમઃ શિવાયની પ્રદક્ષિણા કરતા કરતા રાત-દિવસ ચાલતી ધૂન શ્રાવણ વદ નોમથી અમાવાસ્યા સુધી સતત 24 કલાક ચાલે છે. આ ધૂનની શરૂઆત મંગળવારે શ્રાવણ વદ નોમને સવારે વિધિ વિધાન સાથે અરવડેશ્ચર મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ શિવભક્તો દ્વારા ભક્તિભાવ દ્વારા શરૂ કરાઈ છે.

દર વર્ષે શ્રાવણ વદ-9થી શ્રાવણ વદ અમાસ સુધી ખૂબ જ પવિત્રતાથી ભક્તિભાવપૂર્વક ત્રણ કલાકની શિવભક્તોની વારીઓ બાંધવામાં આવે છે જે ત્રણ કલાક સુધી ઢોલક નગારા મંજીરા વગાડતા ઓમ નમઃ શિવાય ના મંત્ર જાપ જપે છે ઓમ નમઃ શિવાય અખંડ નામ સ્મરણ સપ્તાહ નો પ્રારંભ આજથી 46 વર્ષ પહેલા દેવશંકર ગુરુ મહારાજના હસ્તે કરવામાં આવ્યો હતો, ત્યારથી આજ સુધી અવિરત ઓમ નમઃ શિવાયની ધૂન કરાય છે.

અન્ય સમાચારો પણ છે...