તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:સિદ્ધપુર ગંજ બજારમાં રામાપીર ઓઇલ ડેપોમાંથી 22,860 કિલો અખાદ્ય ગોળ મળ્યો

સિદ્ધપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈશ્વરદાસ ગોપાલદાસ ભોજાણીની પેઢીમાં પોલીસ તપાસ
  • રૂ. 6,85,500નો ગોળ સીઝ કરી નમૂના એફએસએલમાં મોકલ્યા

શુક્રવારે સાંજે સિદ્ધપુર પોલીસે બામતી આધારે ગંજ બજારમાં આવેલી 113 નંબરની ઈશ્વરદાસ ગોપાલદાસ ભોજાણીની રામદેવ ઓઇલ ડેપો નામની દુકાનમાં તપાસ કરતાં કરતા 22,860 કિલો શંકાસ્પદ ગોળનો જથ્થો મળી આવ્યો હતો.

સિદ્ધપુર ગંજ બજારમાં આવેલી 113 નંબરની ઈશ્વરદાસ ગોપાલદાસ ભોજાણીની પેઢીમાં આવેલી રામાપીર ઓઇલ ડેપો નામની દુકાનમાં સિદ્ધપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચિરાગ ગોસાઈએ સ્ટાફ સાથે રેડ કરતા શંકાસ્પદ 22,860 કિલો ગોળ કિંમત 60,000 હજારનો મુદ્દામાલ મળી કુલ 6,85,500 નો મુદ્દામાલ સીલ કરી નમુના એફ.એસ.એલ ખાતે સિદ્ધપુર પોલીસ દ્વારા મોકલી આપવામાં આવ્યા હતા. એફએસએલમાંથી રિપોર્ટ આવ્યા પછી વધુ કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...