લોકાર્પણ:સિદ્ધપુર જનરલ હોસ્પિટલમાં 2 નવા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

સિદ્ધપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુર સિવિલ ખાતે નવીન ઓક્સિજન પ્લાન્ટ નો પ્રારંભ કરાયો. - Divya Bhaskar
સિદ્ધપુર સિવિલ ખાતે નવીન ઓક્સિજન પ્લાન્ટ નો પ્રારંભ કરાયો.

સિદ્ધપુર જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તથા પોટો ટેન્કનું લોકાર્પણ ગુજરાત રાજ્ય જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપુત અને સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના હસ્તે કરાયું હતું. લોકલ ફંડમાંથી રૂ.80 લાખના ખર્ચે 1000 એલપીએમ ક્ષમતાનો ટ્રાયમેક કંપનીનો ઓક્સિજન પ્લાન્ટ, સરકાર તરફથી રૂ.50 લાખના ખર્ચે 500+500 એલપીએમ ક્ષમતાના બોસ્કો ઇન્ડિયા કંપનીના ઓક્સિજન પ્લાન્ટ-2 તેમજ 1 કેએલ, 3 પોટૉ ટેન્ક રૂ.29 લાખના ખર્ચે ખરીદ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમ્યાન સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની ગ્રાન્ટમાંથી તેમજ બળવંતસિંહ રાજપૂત 25 લાખનું માતબર દાન સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ તેમજ અન્ય મેડિકલ સુવિધા માટે આપ્યા હતા.

આ પ્રસંગે પાલિકાના પ્રમુખ ક્રૃપાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કિરણકુમાર શાસ્ત્રી, મામલતદાર કનકસિંહ ગોહિલ, ચીફ ઓફિસર જીતેન્દ્રભાઈ પટેલ, સિવિલ તબીબી અધિક્ષક ડો.પરમાર, તા.પં.ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જશુભાઇ પટેલ, મનીષભાઈ આચાર્ય, વિક્રમસિંહ ઠાકોર, બાદશાહભાઈ, અંકુરભાઇ મારફતિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમીદભાઈ માકનોજીયા, બિપીનભાઇ દવે સહિત હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...