દાન:સિદ્ધપુર સિવિલમાં 1 અને અર્બન હેલ્થ સેન્ટરમાં 6 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અપાશે

સિદ્ધપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતની વિનંતીથી આઈઓસીએલએ મશીન આપ્યા

સિદ્ધપુર સ્થિત આઈઓસીએલ પશ્ચિમ ક્ષેત્ર પાઇપ લાઇન્સ દ્વારા કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા તાલુકાની જનતા માટે 8 ઓક્સિજન કોન્સેન્ટ્રેટર મશીન દાનમાં આપ્યા છે. સિદ્ધપુર પ્રાંત અધિકારી ડો. સુપ્રિયા ગાંગુલીએ ઓક્સિજન કન્સેન્ટ્રેટર મશીન દાનમાં આપવા વિનંતી કરાઈ હતી.

પ્રાંત અધિકારી ડો. ગાંગુલીના જણાવ્યા મુજબ 8 ઓક્સિજન કન્સેન્ટ્રેટર મશીન પૈકી 6 મશીન તાલુકાના 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર રાખવામાં આવશે. જ્યારે 1 મશીન સિવિલ હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર સિદ્ધપુર ખાતે રખાશે. આવનારા સમયમાં જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થશે તેના માટે ખૂબ ઉપયોગી નીવડશે.

આ પ્રસંગે જિલ્લા અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ જાડેજા, સિદ્ધપુર પ્રાંત અધિકારી ર્ડા. સુપ્રિયા ગાંગુલી, તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. આર.ડી નાયક અને આઈઓસીએલના અધિકારી પ્રતાપસિંહ નિનામા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...