તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મુક્ત:શંખેશ્વરના 6 ગામોમાં આજદિન સુધી કોરોનાનો એકપણ કેસ નહીં

શંખેશ્વર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • પીરોજપુરા અને નવીકુંવર ગામો કોરોના મુક્ત બન્યા
 • સાવચેતી અને બિન જરૂરી બહાર નહીં નીકળતા કોરોના ટળ્યો

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના ફતેગંજ, મનવરપુરા, રતનપુરા,મર્દાનગંજ,ફતેપુરા અને મકોડિયા જેવા 6 ગામોમાં આજદિન સુધી કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શંખેશ્વર તાલુકામાં કોરોના કેસ વધી રહ્યા હતા ત્યારે મામલતદાર ફાલ્ગુનભાઈ પંચાલ,ટી.ડી.ઓ.જે.એલ.દેસાઈ તેમજ હેલ્થ ઓફિસર ટી.આર.ઝાલા દ્વારા કોરોના કેસને કાબુમાં મેળવવા અથાગ પ્રયત્નો કરી ગ્રામજનો અને સરપંચો સાથે બેઠક કરી હતી.

જેના પગલે પીરોજપુરા અને નવીકુંવર જેવા ગામો કોરોના મુક્ત બન્યા હતા જ્યારે તાલુકાના 6 ગામોમાંમાં સાવચેતીના પગલાં અને લોકોની બિન જરૂરી બહાર નહિ નીકળી ગામમાં કોરોનાને પ્રવેશવા દીધો ન હોતો,તાલુકા હેલ્થ ઓફિસર ટી.આર.ઝાલા એ જણાવ્યું હતું કે ગામલોકોની સાવચેતીથી આ 6 ગામોમાં આજદિન સુધી એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો