ચોરી:શંખેશ્વર પાવાપુરી જલમંદિર , તીર્થના બંને દેરાસરમાં ચોરી, છત્ર અને રોકડ મળી રૂ. 69000ની મત્તા ચોરાઈ

શંખેશ્વર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર જૈનતીર્થ અને પંચાસર વચ્ચે રોડ ઉપર આવેલા પાવાપુરી જલ મંદિરમાં બુધવારે રાત્રે કોઈ અજાણ્યા તસ્કરો રોકડ અને છતર ચોરી ગયા હતા. જે અંગે શંખેશ્વર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. બુધવારે રાત્રે શંખેશ્વરના પાવાપુરી જલમંદીર પંચાસર મુકામે બંને દેરાસરમાં ચાંદીના છત્ર નંગ 6 તથા બંને ભંડાર તોડી અંદાજિત રોકડ 24000 તથા છત્રની અંદાજિત કિંમત રૂ. 45000 હજાર મળી કુલ રૂપિયા 69000ની ચોરી થતાં શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

શંખેશ્વર પીએસઆઇ એસ.બી. સોલંકીએ જણાવ્યું હતું કે મંદિરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે પરંતુ એ બંધ હાલતમાં હોવાથી ફૂટેજ મળી શક્યા નથી. દેરાસરના કેમ્પસમાં ત્રણ સિક્યુરિટી ગાર્ડ ફરજ પર હોવા છતાં દરવાજા અને નકુચા તોડીને ચોરી કરવાની આ ઘટના બની છે. હાલમાં તપાસ માટે ડોગ સ્કોડ અને એફએસએલ ટીમ બોલાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...