તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:શંખેશ્વરમાં 4 મહિના અગાઉ ખુલ્લી મુકાયેલી વીજ કંપનીની ઓફિસ બંધ

શંખેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
એકવાર ઉદ્ઘાટન કરાયા બાદ ઓફિસ શરૂ થઈ નથી - Divya Bhaskar
એકવાર ઉદ્ઘાટન કરાયા બાદ ઓફિસ શરૂ થઈ નથી
  • ગત 15 માર્ચે મણિભદ્ર શોપિંગમાં ઓફિસનુ લોકાર્પણ કરાયું હતું
  • બિલિંગ, નવા મીટર અને ફરિયાદ કરવા સમી સુધી ધક્કા ખાવા મજબૂરી

જૈનતીર્થ અને તાલુકાનું મથક શંખેશ્વર 36 ગામોનું સેન્ટર છે. તમામ કચેરીઓ 3 વર્ષથી કાર્યરત છે જ્યારે જીઇબીની કચેરી નહીં હોવાથી તાલુકાના લોકોને બિલિંગ, નવા મીટર અને ફરિયાદ કરવા શંખેશ્વરથી સમી ધક્કા ખાવા પડે છે. વર્ષાથી શંખેશ્વર ખાતે પેટા કચેરી શરૂ કરવા માંગ કરાતાં 4 મહિના પહેલા 15 માર્ચે હાઇવે પર મણિભદ્ર શોપિંગમાં ઓફીસનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પરંતુ ઉદ્ઘાટન કરીને બંધ કરી દેવામાં આવી હતી.

ત્યારે શંખેશ્વર અને તાલુકાની જનતાને હજુપણ સમી સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે.નવી કુંવરના સરપંચ ધિરૂજી ઠાકોરે જણાવ્યું કે રણ કાંઠામાંથી જી.ઇ.બી.નાં કામ માટે છેક સમી જવું પડે છે .અમારે તાલુકો શંખેશ્વર છે, માટે આ ઓફિસ શંખેશ્વર ચાલુ કરવામાં આવે તો અમારે દૂર ન જવું પડે અને લોકો હેરાન ના થાય .

અન્ય સમાચારો પણ છે...