મહાપૂજન:શંખેશ્વર જિનાલયમાં શ્રી વિજય પતાકા યંત્ર મહાપૂજન યોજાયું

શંખેશ્વર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાશ્વનાથ જીનાલયમાં રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય ર્ડા. હેમચંદ્રાચાર્ય સૂરિશ્વરજી મસાના જન્મોત્સવ નિમિત્તે મહાપૂજન કરાયું

શંખેશ્વરના 108 પાર્શ્વનાથ જીનાલયમાં રાષ્ટ્રીય સંત જ્યોતિષાચાર્ય શ્રી ડૉ. હેમચંદ્રસુરીશ્વરજી મહારાજા જન્મોત્સવ નિમિત્તે સોમવારે શ્રી વિજય પતાકા યંત્ર મહાપૂજન રાખવામાં આવ્યું હતું. પૂજનમાં જૈનાચાર્ય દ્વારા 5 કલાક વિજય પતાકા યંત્ર ઉપર વાસક્ષેપ પધરાવી મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું.

મુનિ હેમદર્શન વિજયજી મ.સા., યતીવર્ય ચંદ્રસેન ગુરુજી, મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા. આદિ સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં મહાપૂજન ગુરુભક્ત બિનલબેન શાહ તેમજ ડૉ. સંતોષ પાંડે મુંબઇ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. પૂજન ની વિધિ વિધિકાર નિકુંજ ગુરુજી દ્વારા કરાઈ હતી. પૂજનમાં જૈન અગ્રણી અને ટ્રસ્ટી કનકરાજજી ઘોડા સહિત ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...